SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ विशिष्टा वा षष्ठी स्थानेयोगा ॥४॥ अथवा किंचिल्लिङ्गमासज्य वक्ष्यामीत्थंलिङ्गा षष्ठी स्थानेयोगा भवतीति। न च तल्लिङ्गमवयवषष्ठ्यादिषु करिष्यते ॥ यद्येवं शास इदहलोः शाहौ। शासिग्रहणं कर्तव्यं स्थानेयोगार्थ लिङ्गमासङ्ख्यामीति। न कर्तव्यम्। यदेवादः पुरस्तादवयवषष्ठ्यर्थ प्रकृतमेतदुत्तरत्रानुवृत्तं सत् स्थानयोगार्थ भविष्यति। कथम्। अधिकारो नाम त्रिप्रकारः। कश्चिदेकदेशस्थः सर्व शास्त्रमभिज्वलयति। यथा प्रदीपः सुप्रज्वलितः सर्व वेश्माभिज्वलयति । अपरोऽधिकारो यथा रज्ज्वायसा वा बद्ध काष्ठमनुकृष्यते तद्वदनुकृष्यते चकारेण । अपरोऽधिकारः प्रतियोग અથવા (કોઈ) વિશિષ્ટ (ચિહનવાળી) ષષ્ઠી તે સ્થાને યોગા ષષ્ઠી જા બ અથવા કોઇક ચિહન લગાડીને કહીશ કે આ પ્રકારના ચિહનવાળી ષષ્ઠીને સ્થાન સાથે સંબંધ હોય છે, પણ અવયવ ષષ્ઠી વગેરેમાં તે ચિહન કરવામાં નહીં આવે. જો એમ કરવામાં આવે, તો રાસ રહ્યો પછીના) રા હૈ (સૂત્રમાં) રસાત્ (ધાતુ)નું ગ્રહણ કરવું પડશે, કારણ કે (તમે કહ્યું કે "સ્થાનષષ્ઠી (સૂચવવા) માટે હું ચિહ્ન લગાડીશ” (ધાતુનું ગ્રહણ) નહીં કરવું પડે, કારણ કે પૂર્વ સૂત્રમાં જે અવયવ ષષ્ઠીના અર્થમાં પ્રસ્તુત છે તે (રાસ)ની પાછળના (સૂત્ર)માં અનુવૃત્તિ થતાં તે જ (ાસ: શબ્દ) સ્થાન સાથેનો સંબંધ બતાવવા માટે લેવાશે. કેવી રીતે? અધિકાર તો ત્રણ પ્રકારનો હોય છે. 19 જેમ સારી રીતે બળતો તેજસ્વી દીવો (એક સ્થળે રહીને આખા ઘરને પ્રકાશિત કરે છે તેમ કોઇક (અધિકાર) એક સ્થળે રહીને સમગ્ર શાસ્ત્રને પ્રકાશિત કરે છે. જયારે બીજો અધિકાર) દોરડાથી કે સાંકળથી બાંધેલું લાકડું આગળ ખેચી જવામાં આવે છે તેમ ૨-કાર દ્વારા (શાસ્ત્રવચન) on નીચે લઇ જવામાં આવે છે. વળી બીજો (અધિકાર) પાછળના દરેક સૂત્રમાં તેનો 10 વિશિષ્ટ પુષ્ટી એટલે કલ વગેરે કોઇ ચિન્ડથી વિશિષ્ટ. કલ વગેરે ચિન્ડથી યુક્ત ષષ્ઠી તે સ્થાન પછી અને એવા ચિન્હ વિનાની ષષ્ઠી તે અવયવ વગેરેના અર્થમાં છે તેમ સમજાશે. સ્પશાને અંતે કલ વગેરેની ચર્ચા આવી ગઇ છે. 105 રાત ટૂ (૬-૪-૩૪) માં રાસઃ એ અવયવ ષષ્ઠી છે અને તે પછીના સૂત્ર હા હા (૬-૪-૩૫) માં તેની અનુવૃત્તિ થાય છે તેથી ત્યાં પણ રાતઃ એ અવયવ ષષ્ઠી જ થશે અને તેમ થાય તો હિપર થતાં રાજૂ ધાતુની ઉપધાનો રા આદેશ થવાનો અનિષ્ટ પ્રસંગ આવશે. પરંતુ, અહીં તો સદિશ એટલે કે શત્ ને બદલે શા આદેશ થાય તે ઇષ્ટ છે અને તે માટે સ્થાન ષષ્ઠી થવી જરૂરી છે. તેથી ર ા માં રાજૂ ની અનુવૃત્તિ ન કરતાં એ સૂત્રમાં તેનું પુનર્રહણ કરવું પડશે,એટલે કે રાતઃ હા હૈ એમ સૂત્ર રચીને ત્યાં રાસઃ એ અવયવ ષષ્ઠી નથી પરંતુ સ્થાન ષષ્ઠી છે તે સૂચવવા માટે તેને કલ વગેરે કોઇ ચિન્હ લગાડીશું એમ દલીલ છે. 106 અધિકાર પરાર્થ હેય છે, તેનો ઉપયોગ અન્ય સૂત્રોમાં થાય તે હેતુ છે તેમ પરિભાષાનો પણ અન્યત્ર ઉપયોગ થાય છે. એ દૃષ્ટિએ બન્ને સમાન છે તેથી પરિભાષાને પણ અધિકાર ગણી છે.અધિકારના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. ૧.પરિભાષારૂપ છે.પ્રદીપ જેમ એક જ સ્થાને રહીને, અન્યત્ર ગયા વિના સમગ્ર નિવાસને પ્રકાશિત કરે છે તેમ આ પ્રકારનો અધિકાર અન્યત્ર ગયા વિના સર્વ શાસ્ત્રને ઉપયોગી થાય છે. આ વાત યથોશ પક્ષમાં સરળ રીતે સમજાય છે, પરંતુ કાર્યકાલ પક્ષમાં અર્થાત્ કાર્ય સમયે પરિભાષા ઉપસ્થિત થાય છે તેમ માનનાર પ્રમાણે પણ. પ્રદીપ જેમ પ્રકાશ આપે છે તેમ આ અધિકાર કાર્ય સમયે બોદ્ધાના મનમાં પોતાને લગતો ખ્યાલ ઉત્પન્ન કરીને સૂત્રોને ઉપકારક થાય છે. અહીં પણ અચેતન એવું પરિભાષા અધિકાર રૂપી શાસ્ત્ર પોતાનું સ્થાન છોડીને જયાં લાગુ પડવાનું હોય તે ઉત્તર સૂત્ર પાસે જતું નથી તેથી જભાષ્યકારે વાચ એમ કહ્યું છે. tor (૨) આ પ્રકારના અધિકારમાં ઉત્તર સૂત્રમાં પ્રયોજેલા ૨ ને કારણે પૂર્વ સૂત્રમાંથી જરૂરી પદની અનુવૃત્ત થાય છે. જેમ કે વડ સુવિ વચમ્ (૩-૧-૧૦૬) અહીં પૂર્વ સૂત્ર મનો વત્ (૩-૧-૯૭) માંથી માર્ચ સાતમ્ (૩-૧-૧૦૫) સુધી અનુવૃત્ત થએલ યાત્ પ્રત્યયનું -કારને કારણે અનુકર્ષણ થાય છે તેથી ઉપસર્ગરહિત વત્ ધાતુને સુબખ્ત ઉપપદ હોય ત્યારે વચમ્ તેમ જ તૂ લાગશે. તેથી(ચ લાગીને) વોચમ્ અને (ત્ લાગીને) ત્રહ્મવચમ્ થશે.અહીં જ ને કારણે અનુવૃત્તિ થઇ છે તેથી જાનુર નોત્તરત્રા એ પરિભાષાને કારણે થત્ તે પછીનાં સૂત્રોમાં અનુવૃત્ત નહીં થાય. ३७९ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy