SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ भेदका गुणाः। कथं पुनर्जायते भेदका गुणा इति। एवं हि दृश्यते लोके। एकोऽयमात्मोदकं नाम तस्य गुणभेदादन्यत्वं भवति। अन्यदिदं शीतमन्यदिदमुष्णमिति। ननु च भो अभेदका अपि गुणा दृश्यन्ते। तद्यथा। देवदत्तो मुण्ड्यपि जट्यपि शिख्यपि स्वामाख्यां न जहाति। तथा बालो युवा वृद्धः वत्सो दम्यो बलीवर्द इति ॥ उभयमिदं गुणेषूक्तं भेदका अभेदका इति। किं पुनरत्र न्याय्यम्। अभेदका गुणा इत्येव न्याय्यम्। कुत एतत्। यदयमस्थिदधिसक्थ्यक्ष्णामनडुदात्तः। इत्युदात्तग्रहणं करोति। यदि भेदका गुणाः स्युरुदात्तमेवोच्चारयेत्। यदि तर्बभेदका गुणा अनुदात्तादेरन्तोदात्ताच्च यदुच्यते तत्स्वरितादेः स्वरितान्ताच्च प्राप्नोति। नैष दोषः। आश्रीयमाणो गुणो भेदको भवति। तद्यथा। शुक्लमालभेत। कृष्णमालभेत। तत्र यः शक्ल आलब्धव्ये कृष्णमालभते न हि तेन यथोक्तं कृतं भवति। असंदेहार्थस्तर्हि तकारः। ऐजित्युच्यमाने ગુણો તેમને ભિન્ન બનાવે છે. હવે ગુણો ભેદક છે તે કેવી રીતે જાણી શકાય? કારણ કે લોક માં તે પ્રમાણે જોવામાં આવે છે. આ જળ નામનું એક જ દવ્ય છે તે તેના ગુણના ભેદને કારણે ભિન્ન બને છે ‘આ શીતલ (જળ) જુદું છે, આ ઉષ્ણ(જળ) જુદું છે “ એમ (કહેવાય છે, પરંતુ અમે કહીએ છીએ કે ગુણો ભેદક ન હોય તેમ પણ જોવામાં આવે છે.? જેમ કે દેવદત્ત નામનો માણસ, તેણે મુંડન કરાવ્યું હોય, કે તે જટાધારી હોય કે લટિયાંવાળો હોય તો પણ તેનું દેવદત્ત એ નામ નથી જતું. તે જ રીતે તો વ્યક્તિ બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં હોય ત્યારે અનુક્રમે વાછડો, દમ્ય (પળોટવાલાયક) અને બળદ તરીકે ઓળખાય છે). ગુણોને વિશે અભેદક છે તેમ જ ભેદક નથી' એમ બન્ને વાત કહી, પરંતુ તેમાં યોગ્ય શું છે? ‘ગુણો ભેદક નથી,’ એમ કહેવું જ યોગ્ય છે. એ કેવી રીતે ? કારણ કે (સૂત્રકાર) સવશ્યામનદુદ્દાત્ત માં ઉદાત્તનું ગ્રહણ કરે છે. જો ગુણો ભેદક હોય તો તે (ઉદાત્ત)નું જ ઉચ્ચારણ કરત. જો ગુણ ભેદક ન હોય તો પછી જેના આદિમાં અનુદાત્ત હેય અને અન્ને ઉદાત્ત હોય તેવા શબ્દને અનુલક્ષીને જે કાર્ય કહેવામાં આવે છે તે કાર્ય જેના આરંભમાં સ્વરિત હોય તેવા શબ્દોને તથા જેના અન્ત સ્વરિત હોય તેવા શબ્દોને પણ લાગુ પડશે. તેનો વાંધો નથી. જેનો આશ્રય લેવામાં આવ્યો હોય છે તેવો (ઉદાત્તાદિ ગુણ (સ્વરમાં) ફેરફાર લાવે છે, જેમકે રા&મામેતા મલ્ટિમેતા અહીં શ્વેતને મારવાનું હોય ત્યારે જે કૃષ્ણને મારે તેણે કહ્યા પ્રમાણે કર્યું ન કહેવાય . તો પછી ત-કાર સંદેહ દૂર કરવા માટે છે. એમ કહેવામાં 1 ભાષ્યમાં જે માત્મા શબ્દ પ્રયોજયો છે તે દવ્યવાચી છે. દવ્ય તરીકે જળ એક પદાર્થ હોવા છતાં જુદાં જુદાં પાત્રોમાંનું જળ ઉષ્ણ, શીત વગેરે ભિન્ન ગુણોના સંબંધને પરિણામે વ્યવહારમાં ભિન્ન ગણાય છે. તેથી સમજાય છે કે ગુણો ભેદક છે. 52 વિવિધ સ્વરૂપે હોવા છતાં દેવદત્ત એ વ્યક્તિ તો દેવદત્ત તરીકે જ ઓળખાય છે અને વાછડો હોય, દમ્ય હોય કે બળદ હોય પણ તે બળદ એ નામે જ ઓળખાય છે. એ દૃષ્ટાન્ત ગુણો ભેદક નથી તેના પ્રમાણ રૂપે આપ્યું છે. તપાસ્તાસ્થા એ સૂત્રમાં તપુર એ (તઃ પરઃ માત્ સ એમ) બહુવ્રીહિ માનીને અને ગુણો ભેદક છે એમ સ્વીકારીને એકદેશીએ કહ્યું કે ગુણને કારણે ભિન્ન હોય તેવા સવર્ણોનું ગ્રહણ થઇ શકે તે માટે વૃદિરાદ્રિા માં માકારને તાર કર્યો છે. તેથી સિદ્ધાન્તી ગુણો ભેદક નથીએ પોતાનો મત રજુ કરે છે. 5 ભાષ્યમાં મુળપુ એ વિષય સપ્તમી છે તેથી ગુણોને વિશે કે ગુણોની બાબતમાં એમ અર્થ થશે. ‘બન્ને વાત કહી” એ શબ્દો લોકવ્યવહારને ઉદ્દેશીને છે, કારણ કે વેદમાં શબ્દોના સ્વરો નિશ્ચિત હોય છે, જેમ કે બáચોના મત પ્રમાણે મનમાં ઐશ્વર્ય (ઉદાત્ત વગેરે ત્રણે સ્વરો) છે પણ બાહ્મણમાં એકશ્રુતિ છે. તૈત્તિરીયોના મતે મત્ર અને બાહ્મણ બન્નેમાં ગૈસ્વર્ય છે. ટૂંકમાં વેદાદિમાં ગુણ (સ્વર) ભેદક જ હોય છે, પરંતુ લોકવ્યવહારમાં ગુણ ભેદક તેમ જ અભેદક બન્ને હોય છે. જેમ કે વાછડો, દમ્ય (જેને પળોટવાનો શ્રેય તે), બળદ વગેરે પ્રાણી પદ ની દૃષ્ટિએ એક તરીકે જ ઓળખાય છે તેથી અભેદ થયો પણ તેને ખરીદવાનો કે વેચવાનો હોય તો વાછડાની કિમત ઓછી, દમ્યની તેથી વધારે અને બળદની તેથી પણ વધારે એમ વય રૂપી ગુણને કારણે તેમાં ભેદ થાય છે. અહીં ભાગમાં તત્ર શબ્દ છે તેમાં સપ્તમીના અર્થમાં લાગેલો ત્રર્ પ્રત્યય નિર્ધારણ સૂચવતો નથી પણ આધાર સૂચવે છે. તેથી તત્ર એટલે ગુણ ભેદક છે અને ગુણ અભેદક છે એ બે મતમાં (થી કયો મત વ્યાજબી છે,' એમ અર્થ ન કરતાં, તત્ર એટલે ‘તેમાં (=વ્યાકરણ) શાસ્ત્રમાં” એમ કરવાનો છે. તે ઉદાત્તાદિ ગુણરહિતનું ઉચ્ચારણ થઇ શકતું નથી, કારણ કે ઉદાત્ત વગેરે ગુણ ઉચ્ચારણમાં અનિવાર્ય રીતે રહેલા છે તેમ છતાં ઉદાત્ત, અનુદાત્ત વગેરે શબ્દોનું સૂત્રમાં સ્પષ્ટ ગ્રહણ ન કરવામાં આવ્યું હોય તો તેનું સૂચન માત્ર ઉદાત્ત ઉચ્ચારણથી થતું નથી તેથી જ સૂત્રકારે શિપિ૦ માં મન નું માત્ર ઉદાત્ત ઉચ્ચારણ ન કરતાં સૂત્રમાં કાત્ત શબ્દનું સ્પષ્ટ ગ્રહણ કર્યું છે. છે તે જ રીતે અનુદાત્તાદિને અનુલક્ષીને કહેલું કાર્ય (જેમ કે મમ્ રૂપી કાર્ય) ઉદાત્તાદિને અને અન્તાદાત્તને અનુલક્ષીને કહેલું કાર્ય (જેમ કે ઇન્ રૂપી) અન્તાનુદાત્તને લાગુ પડવાનો પ્રસંગ આવશે, અર્થાત્ અનુદાત્તાદિને લગતું કાર્ય તેને જ નહીં પણ સ્વરિતાદિ તેમ જ ઉદાત્તાદિ લાગુ પડે અને અન્તાદાત્તને લગતું કાર્ય અન્ને સ્વરિત હોય તેને તેમ જ અન્તાનુદાત્તને લાગુ પડવાનો પ્રસંગ આવશે તેથી અવ્યવસ્થા થશે. 56 ભાષ્યમાં માત્રીમાળઃ પુનઃ એમ છે. જે ગુણનું કાર્યની દૃષ્ટિએ સૂત્રમાં ઉપાદાન કરવામાં આવ્યું હોય તે માછીમા કહેવાય. આ ઉપાદાન બે રીતે થઇ શકેઃ ૧) સ્વશબ્દ દ્વારા અર્થાત્ ઉદાત્ત વગેરે શબ્દનું સૂત્રમાં સાક્ષાત્ ગ્રહણ કરીને અથવા તો ૨) નિપાતન દ્વારા. १०६ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy