SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ आदेशास्तहीमे स्युः। वृद्धिशद्वस्यादैचः। षष्ठीनिर्दिष्टस्यादेशा उच्यन्ते न चात्र षष्ठी पश्यामः ॥ आगमास्तहीमे स्युः। वृद्धिशद्वस्यादैच आगमाः। आगमा अपि षष्ठीनिर्दिष्टस्यैवोच्यन्ते। लिङ्गेन च। न चात्र षष्ठी न खल्वप्यागमलिङ्ग पश्यामः॥ इदं खल्वपि भूयः समानाधिकरण्यमेकविभक्तित्व च द्वयोश्चैतद्भवति। कयोः। विशेषणविशेष्ययोर्वा संज्ञासंज्ञिनोर्वा। तत्रैतत्स्याद्विशेषणविशेष्ये इति। तच्च न। द्वयोर्हि प्रतीतपदार्थकयोर्लोके विशेषणविशेष्यभावो भवति न चादैच्छदः प्रतीतपदार्थकः। तस्मात्संज्ञासंज्ञिनावेव ॥ तत्र त्वेतावान्संदेहः कः संज्ञी का संज्ञेति। स चापि क्व संदेहः। यत्रोभे समानाक्षरे। यत्र त्वन्यतरल्लघु यल्लघु सा संज्ञा। कुत एतत्। लघ्वयं हि संज्ञाकरणम्। तत्राप्ययं नावश्यं गुरुलघुतामेवोपलक्षयितुमर्हति। किं तर्हि । अनाकृतितामपि। अनाकृतिः संज्ञा। आकृतिमन्तः सज्ञिनः। लोके ह्याकृतिमतो मांसपिण्डस्य देवदत्त इति संज्ञा क्रियते ॥ अथवावर्तिन्यः संज्ञा भवन्ति। वृद्धि -शब्दश्चावर्तते नादैच्छदः। तद्यथा। इतरत्रापि देवदत्तशब्द आवर्तते न मांसपिण्डः। अथवा पूर्वोच्चारितः संज्ञी परोच्चारिता संज्ञा। कुत एतत्। सतो हि कार्यिणः कार्येण भवितव्यम्। तद्यथा। इतरत्रापि सतो मांसपिण्डस्य देवदत्त इति संज्ञा क्रियते। कथं वृद्धिरादैजिति। एतदेकमाचार्यस्य मङ्गलार्थ मृष्यताम्। તો પછી આ માન્ એ વૃદ્ધિ શબ્દના આદેશ હોવા જોઇએ. (સૂમાં) જેનો ષષ્ઠી વિભક્તિદ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હોય તેના આદેશ થાય છે, જયારે અહીં ષષ્ઠી જોવામાં આવતી નથી. તો પછી આ માન્ એ રૂદ્ધ શબ્દના આગમો હોવા જોઇએ.આગમો પણ (સૂત્રમાં) જેનો ષષ્ઠી વિભક્તિ દ્વારા નિર્દેશકરવામાં આવ્યો હોય તેના જ કહેવામાં આવે છે.વળી (આગમનો કોઇ ) ચિન(લગાડીને તે) દ્વારા નિર્દેશ કરવામાં આવે છે). અહીં તો અમને ષષ્ઠી એ નથી દેખાતી કે નથી આગમનું કોઇ (૬કે જેવું) ચિત્ર દેખાતું. વળી (અહીં) સામાનાધિકરણ્ય અને બંનેની એક વિભક્તિ હોવી એટલું વધારાનું છે અને એવું તો એમાં જ હોય છે. કયા બેમાં? વિશેષણ અને વિશેષ્યમાં તેમ જ સંજ્ઞા અને સંજ્ઞીમાં. તેમાં (આ વાંઢ અને ગદ્વ એ બેનો) વિશેષણ અને વિશેષ્ય હોઇ શકે. પરંતુ તેમ નથી, કારણ કે લોકમાં વિશેષણ અને વિશેષ્ય તરીકેનો સંબંધ જાણીતા અર્થવાળા બે શબ્દો વચ્ચે હોય છે, જયારે વૈજૂ શબ્દનો અર્થ પ્રસિદ્ધ નથી. તેથી (આ વાદ્ધ અને મદ્વિજૂ એ) સંજ્ઞા અને સંજ્ઞી જ છે. છતાં તેમાં આટલો સંદેહ થાય છે કે તે બેમાં) સંજ્ઞા કઇ અને સંજ્ઞી કયો અને એ સંદેહ ક્યાં હોય? જયાં (સંજ્ઞા અને સંજ્ઞી) બન્ને સમાન અક્ષરો -વાળા હોય ત્યાં. પરંતુ જયાં બેમાંથી એક ટૂંકું હોય ત્યાં જે ટુંકુ (અર્થાત્ ઓછા અક્ષરવાળું) હોય તે સંજ્ઞા. તે શા ઉપરથી ? કારણ કે સંજ્ઞા સરળતા માટે કરવામાં આવે છે. તે (સંજ્ઞા-સંજ્ઞીની બાબત) માં પણ આ" (સંજ્ઞા-સંજ્ઞીનો સંબંધ) હંમેશાં ગૌરવ અને લાઘવ ને જ સૂચવે તે બરોબર નથી.તો પછી (બીજું ?' આ કાર વિનાના હોવું તે (બાબત) ને પણ (લક્ષમાં રાખવી જોઇએ), કારણ કે સંજ્ઞા આકાર વિનાની હોય છે. સંજ્ઞીઓ આકારવાળા હોય છે), કારણ કે લોકમાં પણ આકારવાળા માંસપિડને દેવદત્ત એમ નામ આપવામાં આવે છે અથવા સંજ્ઞાઓ વારંવાર આવ્યા કરે છે અને વદિ શબ્દ જ વારંવાર આવ્યા કરે છે, માદ્વન્દ્ર શબ્દ નહીં. તે એ રીતે કે બીજેપણ દેવદત્ત શબ્દ વારંવાર આવ્યા કરે છે, માંસ પિંડ (વારંવાર આવ્યા કરતો ) નથી. અથવા જેનું પૂર્વે ઉચ્ચારણ કરવામાં આવે તે સંજ્ઞી અને જેનું પછી ઉચ્ચારણ કરવામાં આવે તે સંજ્ઞા.એ કેવી રીતે? એ રીતે કે જેનું અસ્તિત્વ હોય તેવા કાર્યોને 2 અનુલક્ષીને કાર્ય કરવામાં આવે છે જેમ બીજે પણ અસ્તિત્વ ધરાવતા માંસપિંડને દેવદત્ત એ નામ આપવામાં આવે છે. (જો એમ હોય) તો વદ્વિસ્ (અર્થાત્ પહેલાં સંજ્ઞા અને પછી સંજ્ઞી) એમ કેવી રીતે? આ એક 33 (સૂત્ર) આચાર્ય (પાણિનિ) એ મંગળ માટે કર્યું છે તે સહી લ્યો. તેવી શક્ક થી જો એકવિભ 29 વૃદ્ધિ અને માર્વે વચ્ચે વિશેષણ-વિશેષ્યનો સંબંધ નથી પરંતુ સંજ્ઞા-સંજ્ઞીનો સંબંધ છે તે પ્રસ્થાપિત કરવા માટે આ દલીલ કરી છે. તેવત્તઃ પતિ માં સામાનાધિકરણ્ય છે છતાં એક વિભક્તિ નથી, જયારે ૌરક્ષા માં એક વિભક્તિ છે છતાં માનાધિકરર્ય નથી. તેથી વિશેષણવિશેષ્યના અથવા તો સંજ્ઞા-સંજ્ઞીના સંબંધને સૂચવે તેવી શરતો, સામાનાધિકરણ્ય અને એકવિભક્તિત્વ એ બન્ને ભાગકારે લીધી છે. છે કારણ કે માવૈજૂ શબ્દનો કોઈ લૌકિક અર્થ જાણીતો નથી. આથી જો વૃઢિ અને અન્ય વચ્ચે વિશેષણ-વિશેપ્યભાવ હોઇ ન શકે તો તેમની વચ્ચે સંજ્ઞા-સંજ્ઞી સંબંધ હોવો જોઇએ, કારણ કે તે બેમાં સામાનાધિકરણ્ય અને એકવિભક્તિત્વ છે. 31 ભાષ્યમાં મામ્ છે તેનો અર્થ છા.(પૃ.૧૬૫) અધ્યતા, સૂત્રકાર, અથવા સંજ્ઞા-સંજ્ઞી સંબંધ એમ કરે છે. અહીં સંજ્ઞા-સંજ્ઞી ભાવ એ જ અર્થ ઉચિત છે, કારણ કે સંજ્ઞા હંમેશાં ગૌરવ-લાઘવને લક્ષમાં રાખીને કરવામાં આવતી નથી જેમ કે સર્વનામ, સખ્રસર, સર્વનામસ્થાન, વર્ગકવચનીય વગેરે. 32 જેના ઉપર કાર્ય કરવામાં આવે તે કાર્યાં. દા.ત. માંસપિંડભૂત દેહને દેવદત્ત એવું નામ આપવામાં આવે તો દેહ કાર્યો કહેવાય, કારણ કે નામકરણરૂપ કાર્ય દેહને અનુલક્ષીને કરવામાં આવે છે, પરંતુ દેવદત્ત સંજ્ઞાએ કાર્ય છે, કારણ કે દેહને અનુલક્ષીને તે કરવામાં આવે છે. તે જ રીતે માતુ ઉન્ન એ અસ્તિત્વ ધરાવનારા વર્ગો છે. તેમને વૃદ્ધિ સંજ્ઞા આપવામાં આવે છે, તેથી વૃદ્ધિ કાર્ય છે અને મોઢે કાર્યું છે, કારણ કે તેમને અનુલક્ષીને વૃદ્ધિ સા કરવામાં આવે છે. 32 અહીં મંગળને ખાતર જ સંજ્ઞા અને સંજ્ઞીનો કમ ફેરવીને પાઠ કર્યો છે. અર્થની દૃષ્ટિએ તો જુદો જ ક્રમ છે, અર્થાત્ પ્રથમ સંજ્ઞી અને પછી સંજ્ઞા એમ લેવાનું છે. આમ કમમાં ફેરફાર કરવાને કારણે અર્થ બોધ થતાં વાર થાય તે રીતે વૃદ્ધિ અને ટ્વિન્ શબ્દોનું ઉચ્ચારણ આચાર્ય પાણિનિએ १०१ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy