________________
શ્રી અગડદત્ત રાસમાલા
71
આખી પ્રતમાં અક્ષરો એકધારા અને સુવાચ્ય છે. દરેક ‘મા’ પત્ર પર ડાબી બાજુના હાંસિયા પર ‘સાડત્ત ૨' અને પત્રાંક લખેલા છે. દૂહા, ચોપાઈ વગેરે તથા ચરણાત્તે આવતા દંડો લાલ રંગથી કરવામાં આવ્યા છે.
આખી પ્રતમાં માત્ર બે જ સ્થળે ૫' એવી નિશાનીથી ખૂટતો પાઠ ઉમેર્યો છે. એ સિવાય આખી પ્રતમાં કયાંય પાઠ ખૂટતો નથી. “ખ” માટે ‘૬' અને “ઘ' બન્ને વપરાયા છે. કવચિત્ “ ને બદલે ‘વ’ વપરાયો છે.
પ્રતનું લેખન સંવત ૧૯૩૦ ફાગણ સુદ-૯ બુધવારે થયુ છે. વકીલ વરજલાલ વેણીદાસે ખેડામાં શ્રી ભીડભંજન અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી પ્રતલેખન કર્યું છે.
પ્રતનો પ્રારંભ 'ICUL... નાથાય નમ:II’ થી કર્યો છે. અને પૂર્ણાહુતિ આ પ્રમાણે પુષ્પિકા દ્વારા થઈ છે. ‘તિ શ્રી માડતર રર સમાપ્તમ સંવત ૧૨૩૦ પ્રા. શુ. ૨૩ ન૦ વશીન વરસાન વેળીવાર પેઠા મળે શ્રી ભીમંનન કમીશ્નર પાર્શ્વનાથ પ્રતાઃ શૂમ વિતૂટll' ત્યારબાદ એક દૂહો લખવામાં આવ્યો છે.
દૂહો - जाणंतासुं गोठडी, सूरासुं संग्राम। जे हारिजई जीपीई, तोइं नही वीराम
II3II
૧૦ માન/મહિમાસિંહજી કૃત અગsદત્ત રાસ
આ કૃતિની એક જ પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર – અમદાવાદથી પ્રાપ્ત થઈ છે.
પ્રતિક્રમાંક-૨૫૮૨, કુલપત્ર-૧૭, પ્રતનું માપ ૨૫ x ૧૧.૨ સે.મિ.છે. પ્રતિપત્ર પંક્તિ ૧૫ થી ૧૬ છે. પ્રતિપંક્તિએ ૩૮ થી ૪૯ અક્ષરો છે. પત્ર ૧૭ મ માં અગડદત્ત રાસ પૂરો થઈ જાય છે. પત્ર ૧૭ મા માં ૨૪ તીર્થકરોનું સ્તવન છે. જે પત્ર ૧૭ મા ના બન્ને હાંસિયામાં ત્યાર પછી ૧૬ * ના બન્ને હાંસિયામાં લખાઈને પૂર્ણ થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org