________________
72
પીઠબંધ - હસ્તપ્રત પરિચય
પ્રતમાં અક્ષરો એકસરખા સુવાચ્ય છે. બધા જ પત્રાંકોની ચારે બાજુ સુંદર ચિત્રકામ કર્યું છે. પત્ર ૧૬ માં વચ્ચે બે સ્થળે ચોરસ ખાલી જગ્યા છોડી તેમાં ચાર અક્ષરો ગોઠવવામાં આવ્યા છે. અને પત્ર ૧૭ માં છત્રાકાર જગ્યા છોડી વચ્ચે-વચ્ચે એ જ આકારે અક્ષરો ગોઠવ્યા છે. દરેક ના પત્રમાં ડાબી બાજુના હાંસિયામાં લડત ચો કે માડતર૦ ૫૦ અથવા પત્ર એમ લખીને પત્રકો આપ્યા છે.
પત્ર ૩ ગા માં બન્ને બાજુ હાસિયામાં વાર વિષયક કોઈ પંક્તિઓ છે. ખૂટતા પાઠો મોટા ભાગે વગર નિશાનીએ અને ક્યાંક “x', 'V' અને “+” એવી નિશાનીથી ઉમેર્યા છે. “ખ” ના બદલામાં માત્ર 5' જ વપરાયો છે. અનુનાસિક પૂર્વે અનુસ્વારનું વલણ છે.
પ્રતનું લેખન સંવત ૧૭૪૮ માગસર વદ ૧૩ શનિવારે આલોટ નગરમાં થયું છે. વિદ્યાસુંદરમણિના શિષ્ય મુનિ સૌભાગ્યસુંદરજી (L. D. ના સૂચિપત્ર મુજબ સૌભાગ્યસાગરજી) એ આ પ્રતનું લેખન કર્યું છે.
પ્રતનો 'IDiા શ્રી નિનાય નમ:' થી આરંભ કરીને આ મુજબ પુષ્પિકા આપીને પૂર્ણાહુતિ કરી છે - “તિ શ્રી ગાડતા ગુમાર ચોરાફી સંપૂના ગ્રંથા ગ્રંથ ૪૮૧ માના સત્ન પંડિત ળિ गजेंद्र गणि।। श्री श्री श्री श्री श्री विद्यासुंदर। तत् शिष्य मुनि सौभाग्यसुंदर लपिकृतं।। संवत्। १७ । ४८। वर्षे मगसिर वदि।। १३।। दीने। कृष्ण पक्षे सनिवासरे।। आलोटनगरे।। श्रीरस्तुं।'
૧૧ શાંતસૌભાગ્યજી કૃત અગsદત્ત રાસ
આ કૃતિની એક જ પ્રત ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ-પૂનાથી પ્રાપ્ત થઈ છે.
પ્રતિક્રમાંક ૩૨૮, ૧૮૭૧-૭૨, પત્ર-૨૮, પ્રતનુ માપ ૨૩.૫ x ૧૧ સે. મિ. છે. પ્રતિપત્ર ૧૫ થી ૧૭ પંક્તિ છે. પ્રતિપંક્તિએ ૩૭ થી ૪૬ અક્ષરો છે.
આ પ્રતના અક્ષરો ઉકેલવા સહેજ કઠિન છે. વ્યંજન સાથે ‘આ’ અને વ્યંજન સાથે ‘હું માં કોઈ ફરક નથી. ‘’ અને ‘૩ તથા ‘’ અને ‘આ’ માં બહુ સામાન્ય ભેદ છે. ‘ઈ’ ન બદલે ‘' નો જ પ્રયોગ થયો છે આખી પ્રતમાં ક્યાંય દંડ કરવામાં આવ્યા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org