________________
શ્રી અગડદત્ત રાસમાલા
69
દરેક પત્રમાં ૨૦ થી ૨૪ પંક્તિ અને દરેક પંક્તિએ ૫૦ થી ૫૮ અક્ષરો છે.
અક્ષરો ક્યાંક નાના ને ક્યાંક મોટા છે. “ખ” માટે “S‘નો જ પ્રયોગ છે, “' અને ’ સરખા લાગે છે. “T' પણ ‘વ’ને મળતો આવે છે. ‘વ’ અને ‘વ’ માં કોઈ નિયતતા ન હોવાથી વિચારીને બદલે “બિચારી” અને “બેઠો’ના સ્થાને “વેઠો વંચાય છે. ખૂટતો પાઠ માત્ર ત્રણ સ્થાને જ “V” નિશાનીથી હાંસિયામાં અને ઉપરની ખાલી જગ્યામાં ઉમેરવામાં આવ્યો છે. બાકી ક્યાંય પાઠ ખૂટતો નથી. શબ્દ બાંધવા માટે “ચિહ્નનો ક્યાંય પ્રયોગ થયો નથી.
અમુક પત્રના છેડા ખંડિત છે. કોઈ-કોઈ સ્થાને શાહી ઉખડી ગઈ છે. અક્ષર વંચાતા નથી.
આ પ્રતનું લેખન સંવત ૧૯૭૨ વૈશાખ સુદ-૮ મંગળવારે જીંદ ગામ માં થયું છે. લેખકે પોતાનું નામ પુષ્પિકામાં આપ્યું નથી.
પ્રતનો પ્રારંભ શ્રી ૐ નમ:થી થયો છે અને પુષ્પિકા આ મુજબ છે. 'इति संपूर्ण लिखतं जींद मध्ये वैशाख सुदी आठमी ८ बार मंगलवार संमत १९७२ ।।मे०।।'
૮) પુન્યનિધાનજી કૃત અગsદત્ત રાસ
આ કૃતિની બે પ્રતો પ્રાપ્ત થઈ છે. આ પ્રત શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણથી પ્રાપ્ત થઈ છે. ડા.-૩૨૨, પ્રત ક્રમાંક-૧૫૩૩૮, પત્ર-૬, પ્રતનું માપ ૨૮×૧૧ સે.મિ. છે. પ્રતિપત્ર ૧૯ થી ૨૭ પંક્તિ અને પ્રતિપંક્તિએ પ૨ થી ૮૭ અક્ષરો છે.
આખી પ્રતમાં અક્ષરો નાના જ છે. પરંતુ પત્ર ૪ ૫ માં ૭ પંક્તિ તો એકદમ ઝીણા અક્ષરમાં છે. જ્યારે ૩ ૪ માં ૪ પંક્તિ ૩ મા માં ૧૭ પંક્તિ અને ૬ માં ૧૨ પંક્તિ મોટા અક્ષરમાં લખાઈ છે. “ખ” ને બદલે “G” વપરાયો છે, ક્યાંક “ઘ” પણ જોવા મળે છે. પત્ર ત્રીજા, ચોથા અને ૬ માં મોટે ભાગે કોઈ જ સ્થાનોમાં દંડ કરવામાં નથી આવ્યા. હાંસિયામાં તથા ઉપરની કોરી જગ્યામાં ખૂટતા પાઠો ઉમેરવામાં આવ્યા છે, પત્રની પાછળની બાજુએ ડાબી બાજુના હાંસિયામાં ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org