________________
68
પીઠબંધ -
૬) સ્થાનસાગરજી કૃત અગઽદત્ત પ્રબંધ
આ કૃતિની એક જ પ્રત ઓરીએન્ટલ ઈન્સ્ટિટ્યુટ વડોદરાથી પ્રાપ્ત થઈ છે.
પ્રત ક્રમાંક-૫૩૨૫, પત્ર-૨૪, પ્રતનું માપ- ૨૮.૫ × ૧૨.૫ સે.મિ. છે. પ્રતિપત્ર પંકિત ૧૫ છે. અને પ્રતિપંક્તિએ અક્ષર ૫૦ થી ૫૫ છે.
- હસ્તપ્રત પરિચય
આ પ્રતમાં વચ્ચે કોરી ફુદરડી રાખવામાં આવી છે. ખૂટતા પાઠો આજુ-બાજુ તથા ઉપર-નીચે હાંસિયામાં ‘।।’ કે ‘×’ એવી નિશાનીથી ઉમેર્યા છે. મોટે ભાગે સુભાષિતો અને દેશીઓ જ ઉમેરવામાં આવી છે. ક્યાંક બે પંક્તિ વચ્ચે પણ ખૂટતો પાઠ પૂર્યો છે.
અક્ષરો એક સરખા અને સુવાચ્ય છે. અનુનાસિકની પૂર્વના વ્યંજન પર અનુસ્વારનું વલણ વધુ છે. ‘ખ’ માટે ‘ષ’ ‘ઘુ’ બન્ને વપરાયા છે. પ્રાયઃ ‘બ’ નો ‘વ’ અને ‘વ’ નો ‘વ’ થયેલો જોવા મળે છે. કડી ક્રમાંકોમાં અનિયતતા છે. પડીમાત્રાનો ક્વચિત્ ઉપયોગ થયો છે.
આ પ્રતની મુખ્ય વિશિષ્ટતા એ છે કે પ્રત કવિના સ્વહસ્તે જ લખાઈ છે. પ્રતના છેડાના ભાગો ક્યાંક-ક્યાંક ખવાયા છે. પુષ્પિકા મુજબ આ પ્રતનું લેખન સંવત્ ૧૬૮૫ માં જેઠ સુદ-૧૩ના રવિવારે થયુ છે. કર્તાએ પોતે જ વાંચનના હેતુથી રાયધનપૂર (રાધનપૂર)માં લખી છે.
પ્રતનો પ્રારંભ ‘।।ર્દDII શ્રી ગુડી પાર્શ્વનાથાય નમઃ।। ૐ શ્રી માવત્યે નમઃ।।' થી કર્યો છે. અને પુષ્પિકા આ પ્રમાણે છે.
' इति श्री अगडदत्तऋषिराय प्रबंध समाप्तः ।। संवत् १६८५ वर्षे ज्येष्टमासे सितपक्षे त्रयोदश्यां रविवासरे लिख्यतं रायधनपुरे । मुनिस्ठानसागरेण प्रवाचनाय ||श्रीः || क्षेमं भूयात् ।।छः।।छः।। શ્રી શ્રી ।। જ્યાળમસ્તુ ।। શ્રીઃ।। છઃ।। છ:।। શ્રી શ્રીઃ।। શ્રી:’
૭) નંદલાલજી કૃત અગRsદત્ત રાસ
આ કૃતિની એક જ પ્રત આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબાથી પ્રાપ્ત થઈ છે. આ કવિની કૃતિનો-પ્રતનો ઉલ્લેખ જૈન ગુર્જર કવિઓમાં નથી.
Jain Education International
પ્રત ક્રમાંક-૧૯૯૯૧, પત્ર-૧થી ૬ ૪, અહીં ૧૧મી પંક્તિથી ‘ચંદન-મલયાગિરિ રાસ’ શરૂ થાય છે. કુલ પત્ર-૧૦, પ્રતનું માપ ૨૭ × ૧૨.૫ સે.મિ. છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org