________________
શ્રી અગડદા રાસમાલા
ઉમેરવામાં આવ્યો છે. એ સિવાય આખી પ્રતમાં ક્યાંય પાઠ ખૂટતો નથી. “ખ” ને બદલે 'S' અને કવચિત્ “ વપરાયો છે. અશુદ્ધિને સફેદો લગાવીને એકવામાં આવી છે.
પ્રત જીર્ણ છે. દરેકપત્ર ચારે બાજુથી ખંડિત છે. પત્ર ૨ અને ૪ નો ઘણો ભાગ ખવાઈ ગયો છે.
આ પ્રતનું લેખન પં. ભક્તિવિશાલજીએ સાધ્વીશ્રી કનકમાલાશ્રીજીના શિષ્ય સા. કીર્તિમાલાશ્રીજી ને વાંચનાર્થે કર્યું છે.
પ્રતનો પ્રારંભ iDiા શ્રી પાર્શ્વનાથાય નમ:' થી થયો છે અને પુષ્પિકા આ મુજબ છે. - इति श्री अगडदत्तनी चउपई संपूर्णा।। सर्वगाथा ३०३९।। श्लोक संख्या ५०४३।। मंगलं भूयात्।। लिखिता पं० भक्तिविशालेन। साध्वी कनकमाला शि० कीर्तिमाला वाचनार्थम् ।। श्री:।।
ગ.) આ પ્રત સર ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ-પૂનાથી પ્રાપ્ત થઈ છે.
પ્રત ક્રમાંક - ૧૫૬૯, ૧૮૯૧-૯૫, પત્ર -૧૯, પ્રતનું માપ ૨૩ ૪ ૧૦.૫ સે. મિ. છે. પ્રતિપત્ર ૧૫ પંકિત અને પ્રતિપંક્તિએ ૨૭ થી ૩૭ અક્ષરો છે. તે માત્ર પત્ર-૧૯ સિવાય દરેક પત્રમાં વચ્ચે ચોરસ ખાલી જગ્યા રાખી તેમાં ચાર અક્ષર ગોઠવવામાં આવ્યા છે. અમુક પત્રોમાં ભેજ લાગવાથી પાછળના અક્ષરોની શાહી ઉઠી આવી છે.
ખૂટતા પાઠ માત્ર બે જ સ્થાને ઉમેરવામાં આવ્યા છે. એક સ્થળે \\' એવી નિશાની દ્વારા ઉમેર્યો છે. “ખ” માટે “S’ અને ‘’ બન્ને લિપિચિન્હો વપરાયા છે.
દરેક પત્ર આ ના ડાબી બાજુના હાંસિયા પર “ડિomo’ કે ‘બાદ જ અને અંક લખવામાં આવ્યો છે. પત્ર ૧૬ પર “સાડત્ત વપરૂં ૧૬ એમ લખ્યું છે. એ જ પત્રના જમણા હાંસિયા પર અંકની ચારે બાજુ ચિત્રણ કર્યું છે.
આ પ્રતનું લેખન સંવત ૧૭૮૦ જેઠ સુદ-૯ ના બુધવારે થયુ છે. પાટોધીનગરમાં (જૈન ગૂ. ક. મુજબ પાટણ નગરમાં) વાચક જ્ઞાનનિધાનગણિના શિષ્ય વાચક વિદ્યાવિમલગણિએ તેમના શિષ્ય ૫૦ મહિમાસુખમુનિને અધ્યયનાર્થે આ પ્રત લખી છે.
પ્રતનો પ્રારંભ ાઇ થી કર્યો છે. અને પુષ્પિકા આ પ્રમાણે છે. - “વિ શ્રી આદિત્ત ૨: संपूर्णः।। ग्रंथाग्रंथ ५०३१।। श्री संवत १७८० वर्षे ज्येष्ट सुदि ९ दिने बुधवासरे श्री पाटोधीनगरे वा० श्री श्री ज्ञाननिधानगणि शिष्य वा० विद्याविमलगणि लिखितं तत्त शिष्य पं० महिमासुख मुनि पठनार्थं।। तत् शिष्य पं० रंगखेमुनि भ्रातृ पं० मत ळेम मुनिरा परत छइ.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org