________________
66
૫) લલિતકીર્તિજી કૃત અગઽદત્ત રાસ આ કૃતિની ત્રણ પ્રતો પ્રાપ્ત થઈ છે.
પીઠબંધ -
ક.) આ પ્રત આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિશાનમંદિર-કોબાથી પ્રાપ્ત થઈ છે.
પ્રત ક્રમાંક-૧૩૭૧૫, પત્ર-૧૨, પ્રતનું માપ ૨૬ X ૧૧ સે.મિ. છે. પ્રતિપત્ર પંક્તિ ૧૫ થી ૧૭ અને પ્રતિપંક્તિએ અક્ષરો ૪૧ થી ૪૭ છે. આ પ્રતમાં ત્રીજું અને ચોથુ પત્ર નથી.
- હસ્તપ્રત પરિચય
કોઈ સ્થાનોએ ખૂટતા પાઠોને બન્ને હાંસિયામાં અને ઉપર-નીચે કોરી જગ્યામાં ‘v’ કે ‘x’ એવી નિશાની કરી ઉમેર્યા છે. બે પંક્તિની વચ્ચેની જગ્યામાં પણ ખૂટતા પાઠ પૂરવામાં આવ્યા છે. કોઈ સ્થાને શાહી ઉખડી ગઈ છે. પત્ર-પ૩૪ પર ૮મી પંક્તિમાં અક્ષર ઉપરાઉપરી લખાયા છે. શું લખાયું છે તે સમજાય તેમ નથી. માત્ર પત્ર-૧ અને ૨૩૪ માં જ અમુક જ અંકો અને . અમુક અક્ષરો લાલ રંગથી લખવામાં આવ્યા છે. ત્યાર પછી આખી પ્રતમાં ક્યાંય લાલ રંગ વપરાયો નથી.
અક્ષરો એક સરખા છે. ‘ખ’ માટે ‘’ તથા ‘બ’ માટે ‘ધ્વ’ અને ‘વ’ વપરાયા છે. ‘૩’ માટે બે લિપિચિહ્નો વપરાયા છે. કોઈક સ્થાને ‘મ’નું ડાબુ પાંખિયુ ટૂકું થઈ જવાથી ‘ત્ત’ અને ‘7’નો ભ્રમ ઊભો કરે છે. વ્યંજન સાથે દીર્ઘ ‘ફ્’ અને વ્યંજન સાથે ‘’ બન્નેમાં બહુ સામાન્ય ભેદ છે.
પ્રતમાં ખૂણાનો થોડો ભાગ ખવાયો છે. પત્ર-૫નો થોડો ભાગ પત્ર ૬૪ પર ચોંટ્યો છે.
આ પ્રતનું લેખન વિ.સં. ૧૭૨૨માં (પુષ્પિકા- સ[ત્ત]રવાવીસા વ્રજે) થયું જણાય છે. શ્રાવણ સુદ-૧૩, શુક્રવારે પ્રત લખાઈ છે. લેખકનું નામ ડુર્ગસી (કોબા ભંડારના સૂચિપત્રમાં દુર્ગસિંહ) છે.
પ્રતનો આરંભ ‘।।ÉD।।' થી કર્યો છે અને પુષ્પિકા આ મુજબ છે. ‘રૂતિ શ્રી અડત્ત રાસ ग्रंथाग्रथ संवत् स[त]रइबावीसा व्रषे श्रावण सुदि तेरसि शुक्रइ. '
ત્યાર પછી પંક્તિ એકદમ છેકવામાં આવી છે. તેના પછી ‘નિરવ્યતં સેવ ડુÍસી’ લખ્યું છે. ખ.) આ પ્રત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના સહયોગથી મળી છે. જે શ્રી ગોડીજી જૈન જ્ઞાન ભંડાર. પાયધુની -મુંબઈની છે.
પ્રતક્રમાંક-૩ (સ્કેન કર્યા પ્રમાણે), કુલપત્ર-૧૦, પ્રતનુ માપ ૨૮.૫ × ૧૨ સે. મિ. છે. પ્રતિપત્ર ૧૭ પંક્તિ અને પ્રતિપંક્તિ ૫૦ થી ૬૦ અક્ષરો છે.
Jain Education International
દરેક પત્રમાં વચ્ચે ચોરસ જગ્યા ખાલી રાખી તેમાં ચાર અક્ષર ગોઠવવામાં આવ્યા છે. અક્ષરો એક સરખા, સુંદર અને સુવાચ્ચ છે. ત્રણ જ સ્થળે ‘=' અને ‘+' ની નિશાનીથી ખૂટતો પાઠ
For Personal & Private Use Only
www.jainelibrary.org