________________
શ્રી અગડત્ત રાસમાલા
૪) ગુણવિનયજી કૃત અગડદત્ત રાસ
આ કૃતિની એક જ પ્રત શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણથી પ્રાપ્ત થઈ છે. તેના સૂચિપત્રમાં રાસના કર્તા જિનકુશલસૂરિજી જણાવ્યા છે જે વસ્તુતઃ ગુણવિનયજી છે.
ડા. ૨૯૯, પ્રત ક્રમાંક-૧૪૩૭૧, પત્ર-૧૩, પ્રતનું માપ ૨૮.૫ × ૧૨ સે.મિ. છે. પ્રતિપત્ર પંક્તિ ૧૬થી ૨૦ અને પ્રતિપંક્તિએ અક્ષરો ૪૩ થી ૬૦ છે.
65
ક્યાંક બન્ને હાંસિયામાં તથા ઉપર-નીચે કોરી જગ્યામાં અને બે પંક્તિ વચ્ચે જગ્યામાં અસ્પષ્ટ અક્ષરો લખ્યા છે, પાઠ ખૂટતા નથી અને કોઈ પદની ટીપ્પણી જેવું પણ જણાતું નથી.
૭૬ સુધી અક્ષરો એક સરખા અને સુવાચ્ય છે. ‘ખ’ માટે ‘વ’ અને ‘’ બન્ને વપરાયા છે. ક્વચિત્ ‘વ’ના સ્થાને ‘વ’નો નિર્દેશ છે. વ્યંજન સાથે ‘આ કાર’ અને વ્યંજન સાથે ‘ર્ફે કારમાં’ બહુ સામાન્ય તફાવત છે.
૭૬ થી અક્ષરો બદલાયા છે. આ અક્ષરો સહેજ નાના-મોટા થાય છે. અને પંક્તિ આગળ જતા વળી જાય છે. ક્યાંક અક્ષરો ફૂટ્યા છે. ક્યાંક અક્ષરો એકદમ જોડાઈ ગયા હોવાથી જોડાક્ષરનો ભ્રમ કરે છે. અહીં પણ ‘ખ’ માટે ‘સ્વ’ અને ‘’ એમ બન્ને વપરાયા છે. ‘મ’નું ડાબુ પાંખિયું ટૂંકું થઈ જવાથી ‘ત’ નો ભ્રમ ઊભો કરે છે. આખી પ્રતમાં દંડની અનિયતતા છે.
પ્રતમાં છેડાના ભાગ ખવાઈ ગયા છે. તથા દરેક પત્ર પર જમણી બાજુએ ઉપરના ભાગમાં ઉધઈ લાગી છે.
પ્રતની લેખન સંવત પુષ્પિકામાં નથી આ પ્રતનુ લેખન પં. જીવકીર્તિ ગણિજીએ કર્યું છે. આ જીવકીર્તિ ગણિજી કયા? એ નિશ્ચિત ન થઈ શકવાના કારણે પ્રત-લેખન સંવત પણ નિશ્ચિત થઈ શકતી નથી.
પ્રતનો આરંભ ‘।।શ્રી હડીવા પારખનાથાય નમ।।' થી થયો છે. અને પુષ્પિકા આ પ્રમાણે મળે છે - ‘રૂતિ શ્રી ગાડવત્તવુમાર ચત્તુપ।। પં૦ નીવીર્ત્તિનિ નિશ્ચિત'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org