________________
શ્રી અગડદત્ત રાસમાલા
પ્રતમાં વચ્ચે ફદરડી રાખવામાં આવી છે. ખૂટતા પાઠો માત્ર બે જ સ્થાને હાંસિયામાં અને નીચે કોરી જગ્યામાં ‘v' 3' એવી નિશાનીથી ઉમેરવામાં આવ્યા છે. કોઈ સ્થાને બે પંક્તિ વચ્ચે પણ ખૂટતા અક્ષર પૂર્યા છે. અશુદ્ધિઓને પીળા રંગથી ટાંકવામાં આવી છે. અક્ષરો સમાન અને સુવાચ્ય છે. “ખ” માટે “” જ વપરાયો છે. ક્વચિત “વ” નો “જ” અને “બ” નો ‘વ’ જોવા મળે છે. “દ અને ર” માં કોઈ તફાવત જણાતો નથી.
પ્રતના છેડાના ભાગો ખવાઈ ગયા છે, પ્રત જીર્ણ થયેલ જણાય છે. લગભગ પત્રોમાં થોડીથોડી શાહી ઉખડી ગઈ છે.
પ્રતનો આરંભ i[Diા શ્રી જીતમાય નમ: II’ થી કર્યો છે. અને પુષ્પિકા આ મુજબ છે. “તિ श्री अगडदत्त कुमार रास संपूर्णमिति ।।छ।।'
%28
) શ્રીસુંદરજી કૃત અગsદત્ત રાસ
આ કૃતિની ત્રણ પ્રતો પ્રાપ્ત થઈ છે. ક. અને ખ. પ્રત બી.એલ ઈન્સ્ટિટ્યુટ દિલ્લીથી પ્રાપ્ત થઈ છે. એમાં “ક” પ્રતને મુખ્ય બનાવવામાં આવી છે. “ખ” અને “ગ” પ્રતનો જરૂર લાગી ત્યાં લાભ લીધો છે.
ક.) પ્રતિક્રમાંક ડી.એલ. ૦૦૦૦૦૧૪૮૮. કુલ પત્ર-૧૦, પ્રતનું માપ ૨૮ ૮ ૧૨ સે.મિ. છે. પ્રતિપત્ર પંક્તિ ૧૫ અને પ્રતિપંક્તિ અક્ષર ૪૫ થી ૫૭ છે.
પ્રતમાં વચ્ચે કોરુ ચોખંડુ રાખવામાં આવ્યું છે. ખુટતા પાઠો, હાંસિયામાં કે ઉપર-નીચે કોરી જગ્યામાં “+”, “=", v', 'N', “+૧', એવી નિશાનીથી અથવા વિના નિશાનીએ પણ ઉમેર્યા છે. બે પંક્તિની વચ્ચેની જગ્યામાં પણ પાઠ ઉમેરાયા છે. અક્ષરો આગળ-પાછળ લખાઈ ગયા હોય ત્યાં અક્ષર ઉપર “૨', “૧' એવી નિશાની આપવામાં આવી છે.
પ્રસ્તુત અગડદત્તની બધી જ પ્રતો કરતાં આ પ્રતમાં મહત્ત્વની વિશિષ્ટતા એ છે કે આખી પ્રતમાં દંડ કે કડી ક્રમાંકમાં સહેજ પણ અવ્યવસ્થા નથી.
અક્ષરો એક સરખા અને સુવાચ્ય છે. “ખ” માટે “જ” અને “ઘ' બન્ને વપરાયા છે. મોટે ભાગે બ” નો “વ' જોવા મળે છે. ક્વચિત્ જ “વ” ને બદલે ' વપરાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org