________________
722
દુહાઃ
દીપક કરવા કારણે, કુમર બેઠો તામ; ખડગ સમારિ નાખે તીહાં, વીનીતા કરે કુકામ.
ખડગ વાગો ભારવટે, પડીઉ ધરણી મઝાર; કુમર પૂછે “એ સું થયું?,’’ ઉતર આપે નાર.
“અવલુ ખડગ મે ગ્રહુ’”, સમઝાવો તીણીવાર; તેહ ચરિત્ર અમે દેખીને, અથર જાણ્યો સંસાર.
વિનીતા કેરે કારણે, મરતો તો કુમાર; નારિ તો તે તણી પરે કરે, એ અગડદત્તનો ઉપગાર.’
ઢાલઃ- ૨૫, મનમોહન મનમોહન પાવન દેહડી જી-દેશી.
ઇમ સાંભલી ઇમ સાંભલી કુમર તેહજી,
ઉઠી પ્રણમે ઉઠી પ્રણમે ઋષિના પાય હો;
‘ઘણુ પ્યારો ઘણુ પ્યારો સાધુજી! તુમને જી. આંકાણી.
‘તમે ભાખી તમે ભાખી સાધુજી! વાતડી જી,
સત્ય બોલો સત્ય બોલો ઋષિજી રાય હો ઘણુ.
તે તો કુમર તે તો કુમર માહરુ નામ જી, મે તો હણીયા મે તો હણીયા તુમચા ભાઇ હો ઘણુ॰;
તમે ખમજો તમે ખમજો એ અપરાધ જી, તુમને કહુ તુમને કહુ ચીત લાઇ’ હો ઘણુ૦.
ઋષિ ચંતે ઋષી ચંતે એ મનમાંહે જી, ‘અમે ભાખી અમે ભાખી વાત અજાણ હો ઘણુ॰; તે એ કુમર તે એ કુમર આગલ ભાખીઓ જી, આપવિત આપવિત કરવાને પચખાણ' હો ઘણુ૦.
૧. ખરાબ કામ.
Jain Education International
શાંતસૌભાગ્યજી કૃત
For Personal & Private Use Only
૧
૨
૩
૪
૧
૨
૩
www.jainelibrary.org