________________
716
શાંતસૌભાગ્યજી કૃતા
દુહા -
પારખુ જોવા સ્ત્રીતનુ, કોલ દિધો તણીવાર; “એ અકરાજ કેમ કરે? કેમ મારશે ભરતાર?. “વીની માંગો તસ્કર કણે, સ્પ જોવા તણીવાર; ચકમક તસ્કર પાડીલ, દીપક કીદ્ધો નાર. ગુપત રાખો દીવો તીહાં, કંત ન જાણે તેમ;
સભા! સહુકો તુમો સાંભલો, ઘાત કરે હવે કેમ?. ઢાલ - ૨૩, બેલડે ભાર ઘણો છે રાજ-દેસી.
ચોર વિચારે છે ચીતમા, કેમ કરસે એ ઘાત; નીસનેહી ને નીદુર હોઇ, હોઇ અસ્ત્રીની એ જાત.”
એવડો પ્રેમ દસે છે રાજ, નારીની કુડી માયા. દીવો ઢાંકીને મૂકો, કુમર એહવે આવે; વનિ લેઈ દેરામાં પેઠો, નારી તવ બોલાવે.
૨ એવડો૦ કુમર કહે વનીતા પ્રતે, “આજુઆલુ કેમ મેં દીઠું ; સંદેહ પડો મુઝને મનમાં, બોલ જ બોલો મીઠું.”
૩ એવડો. વિનીતા વલતો ઉત્તર આલે, મુખથી બોલે મીઠું; ‘પવને કરીને વની પ્રજલો, તમે તે અજુઆલુ દીઠું, ૪ એવડો૦ વાયરાને જોગે કરીને, અજુઆસ પડો ભેતી; બીજુ તો ઈહાં કોઈ નથી, માણજો સાચુ ચીતે.”
પ એવડો૦ ખડગ આલુ નારિ હાથે, વીશ્વાનર મુકો હેઠો; દીપક કરવાને કાજે, કુમર હેઠો બેઠો.
૬ એવડો.
૧. વહુની=અગ્નિ. ૨. સ્ત્રીની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org