________________
અગડદત્ત રાસ
713
કે રાણીજી વિદ્યાધર કહે વાત કે કુમરને પ્રતે રે લો, કે રાણીજી “સાંભલીને એ વાત કે ધારજો ચિતે રે લો; કે રાણીજી નીઠુર નારીની જાત કે ભાખે તુમો જાણજો રે લો. કે રાણીજી સત વચન કરી એહ કે તુમો માણજો રે લો. કે રાણીજી વલતુ બોલો કુમાર કે “એ તમે સત કહો રે લો, કે રાણીજી સઘલી સરખી નાર કે એવી કો નડે રે લો; કે રાણીજી તુ બંધવ મુઝ આજ કે ઉપગાર તમે કરો રે લો, કે રાણીજી જીવત દીધુ દાન કે તમે જસ વરો રે લો. કે રાણીજી વનીતા લુબધા જહ કે દુખ તે લહે રે લો, કે રાણીજી ઘણી પરે ભાખે વાત કે વિદ્યાધર કહે રે લો; કે રાણીજી એ ઝિલતી ઢાલ કે એકવીસમી થઈ રે લો, કે રાણીજી શાંતસૌભાગ્ય કે કુમારની ચિંતા ગઈ રે લો.
. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org