________________
712
શાંતસૌભાગ્યજી કૃતા કે રાણીજી પોચાડ્યો ઇણે ઘેરે કે બાપડી એણે રે લો, કે રાણીજી આંધલી નારિ એહ કે એમને કો નહેરુ રે લોઃ કે રાણીજી રાણીજી ઉઠીને કીદ્ધા સલામ કે ઘર જાયવા રે લો, કે રાણીજી “દોરી ચાલો તેહ કે ઘેર પોચાડવો રે લો. કે રાણીજી મુખ આવો ઘરે કે માલણ ભણી રે લો. કે રાણીજી માલણ પુછે વાત કે ‘દિઠી સ્ત્રીતણી રે લો; કે રાણીજી રાજા જંપે એમ કે પાછો ઉતર દીઈ રે લો, કે રાણીજી “દેખુ ચરીત્ર નાર કે દાઝુ છે હાઈ રે લો. કે રાણીજી માલણ જંપે એમ કે ‘તતો તમ કહી રે લો, કે રાણીજી ચરિત્ર વિના જ નાર કે જગમાં કો નહી રે લો; કે રાણીજી હીયડામાંહે વાત કે પ્રભજી! રાખજો રે લો, કે રાણીજી પેખાણુ લક્ષણ એહ કે મત કોણે ભાખજો રે લો. કે રાણીજી રાજા આવો ઘેર કે નેપાઇણે રે લો, કે રાણીજી સ્નાન કરવાથે તામ કે તેલ મગાઈણે રે લો; કે રાણીજી રાજા તેડાવે તામ કે રાણીને તાહાં રે લો, કે રાણીજી “મોહલથી ઉતરો આજ કે તુમો આવો ઇહાં રે લો. કે રાણીજી રાણી મન સંદેહ કે પડીક તવ સહી રે લો, કે રાણીજી ત્રીજો હકમ થઉ તામ કે રાણી આવ્યા વહી રે લો; કે રાણીજી હાથ ભરીને તામ કે તેલમર્દન કરે રે લો, કે રાણીજી રાણીજી મસ્તક ચોલો તેલ કે વેદના બહુ કરે રે લો. કે રાણીજી રાણી સાંભલી તામ કે લાજા બહુ કરી રે લો, કે રાણીજી સામવદન કરી તામ કે રાણી પાછી ફરી રે લો; કે રાણીજી અપહરી વલી તામ કે દેશવટો દીઉં રે લો, કે રાણીજી જેહ જેણે વલી તેહ કે ફલ તે દીઓ’ રે લો. ૧૦
૮
૧. નીપજાવીને, પૂરી કરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org