________________
અગડદત્ત રાસ
711
દુહા -
હાર-જીત પરઠી એકવી, રમવા બેઠા બેહ; નારિ-ચરીત્ર નરખવા, રાજા નરખે તેહ.
ઢાલ - ૨૧, કે રાયજી અમને હીડુ આ રાજગરાસી- દેશી.
કે રાણીજી પરઠી હોડ એમ કે રમવા બે બેઠા રે લો, કે રાણીજી સોના-રૂપાના તેહ કે માંડા સોગઠા રે લો; કે રાણીજી ચાલવણી કરે છે કે પાસા રણઝણે રે લો, કે રાણીજી ખેલે છે વલી એહ કે ઉલટ અતિ ઘણે રે લો. કે રાણીજી પૂરો થઓ દાવ કે રાણી જીતી સાહા રે લો, કે રાણીજી જંપે રાણી ઇમ કે “જે હોડ તમે કહી રે લો; કે રાણીજી લાવો માલણને છહ કે દસ ઠાકર વડુ રે લો, કે રાણીજી નહિતર તુમ સાથે કે હું નીત્ય વડુ રે લો. કે રાણીજી ઉઠીને લાવો તેહ કે માલણ આગે ધરી રે લો, કે રાણીજી રાણી મારે સીસ કે દસ ટાકર ગણી કરી રે લો; કે રાણીજી આઘુ ઉઢી તામ કે સીસ ધરી રહ્યો રે લો, કે રાણીજી મુખથી ન જંપે છે કે નારિચરિત્ર લહ્યો રે લો. કે રાણીજી વેદના ખમે તેહ કે આંખ ચાંપી રહ્યો રે લો, કે રાણીજી હાથ સાહીને તેહ કે નૃપણે પરો કરો રે લો; કે રાણીજી રાણી જંપે એમ કે, “આજ્ઞા દો મને રે લો, કે રાણીજી ઘણી વેલા આજ કે થઈ મુઝને રે લો.
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org