________________
710
શાંતસૌભાગ્યજી કૃતા
૮ નારી,
૯ નારી
૧૦ નારી૦
૧૧ નારી
૧૨ નારી
આઘુ ઉઢાઢુ રાજા પ્રતે, છાબડી હાથમાં દીદ્ધ રે; કપટ રચાવીને એહવું, દોરી સંગે લીદ્ધો રે. જાર પુરુષ આગે થયો, જીમ સુરદાસને દોરે રે; રાજાને તમ દોરીને, આવો પોતાને ઘેરે રે. મોહલમાં પેઠો જેતલે, દીઠી પોતાની નારી રે; પલંક ઉપર બેઠી થકી, અપચ્છરાણે અવતારો રે. પલંગ ઉપર જઈ કરી, છાબડી મુકી તામ; રાજાને દોરી કરી, બેસારો એક ઠામ રે. રાણી કહે “એ કુણ છે? કાઢો એહણે બારો' રે; જાર પુરુષ વલતો કહે, “આંધલી એ છે નાર રે. સર્વ લક્ષણ પુરિ અછે, એહની સંકા ન આણો રે; મુંગીને વલી બોબડી, એહણા ફુટા છે કાણરે. વીનીતા કૂડા તાંહા કરે, દેખે છે મહીપાલો રે; જીમ-જેમ દેખે રાજવી, હીયડે ઉઠે ઝાલો રે. સોગઠા પાસા મગાવીયા, રમવાણે તેણે ઠામ; સોગઠા માંડા સ્યડા, હોડ પરઠ તામ રે. હું હારુ જો તુમ થકી, લેડી છે મુઝ સાથે રે; ગણી કરી તુમો મારજો, દસ ઠાકર તસ માથે રે. તુમો હારો જો મુઝ થકી, તુમ સાથે માલણ તેહ; દસ ઠાટ કરતણી સીસમાં, આપણે હોડ છે એહરે. આગલ સુણજો વાતડી, નારિતણા વીચારો રે; વીસમી ઢાલ પુરી થઈ, શાંત કહે ઠગનારો રે.
૧૩ નારી
૧૪ નારી
૧૫ નારી
૧૬ નારી૦
૧૭ નારી
૧૮ નારી
૧. લાકડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org