________________
અગડદત્ત રાસ
દુહાઃ
ઘાત કરી ભરતારનો, આવિ મીત્રને પાસ; રુધીર લો ભરતારનુ, લાવી છુ સુવિલ્લાસ.
પાછિ ફરી આવિ ઘરે, ત્રીકમણી કરે સંભાલ; કુડ-કપટની કોથલી, સોર ક[] તતકાલ.
ઢાલઃ- ૧૯, હો મતવાલે સાજણ-દેશી.
૧ફંદ માંડો વીનીતાઇ ઇસો, ‘ધાઓ-ધાઓ વારમાં લાવો રે; ચોર ગ્રહો મુઝ ભરતારણો, નૃપણે ખબર કરાવો' રે.
ફંદ જો જો નારિતણો, કોઇ ન લહે પાર રે; વાત જે નગરમાં વીસ્તરી, પોહતી રાજ-દુદ્ધા(વા)ર રે.
રાજા સુણીને આવિઓ, આવિઓ માહાજણ સારો રે; રાજા પ્રતિ માહાજણ કહે, ‘કરુણા કરી કષ્ટ નીવારો’ રે.
ધડ ઉપર સીસ માડીઓ, રાયે કીદ્ધો ઉપાયો રે; અવધ હિત સવા પોહરણી, જીવતો એ નવી થાયો રે.
કોલાહલ થોયો સેહમરાં, ‘વિદ્યાવત તેડાયો રે; દ્રર્વ આપુ વલી તેહણે, જે કોઇ એહણે જીવાયો’રે.
નારિ કહે ‘સુણો રાજીયા! બલવુ પ્રીતમ સાથે રે; જગમાં નહે પ્રીતમ કોઇને, તે જીવુ અનાથ’રે. ચાલી *સુરી થવાને કાજે, ચારીત્ર પોતાનું જાણે રે; વચન ભાખા લોકે ઘણા, તે પણ કોઇ ના માણે રે.
૧. ઢોંગ. ૨. દ્વારે. ૩. જીવવું. ૪. સતી.
Jain Education International
For Personal & Private Use Only
૧
૨
૧
૨ ફંદ૦
૩ ફંદ૦
૪ ફંદ૦
૫ ફંદ૦
૬ ફંદ૦
૭ ફંદ
707
www.jainelibrary.org