________________
શ્રી અગડદત્ત રાસમાલા
દ્વિતીય પ્રવાહમાં અગડદત્ત જે ચારણમુનિ પાસેથી પોતાનો વૃતાન્ત જાણ્યો. તે મુનિની બાજુમાં બેસેલા દીક્ષા લેવા ઉદ્યત થયેલા પાંચ પુરુષો ભીલપતિના ભાઈઓ હતા. કે જેઓ શ્રેષ્ઠી પુત્રીનું ચરિત્ર જોઈ વિરક્ત થયા હતા. શ્રીસુંદરજી તથા સ્થાનસાગરજી તે પાંચ ભાઈઓને પહેલાથી દીક્ષિત જ દર્શાવે છે. જ્યારે સુમતિમુનિ – “તે પાંચ પુરુષો ભીલનાયકના પાંચ પ્રધાન હતા એવું ટાંકે છે. આ અગડદત્તને પોતાના જીવનની હકીકત જાણીને સંસારથી વૈરાગ્ય થયો. પછી તેની દીક્ષા બાબતમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. નેમિચંદ્રસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી, શ્રીસુંદરજી, સ્થાનસાગરજી, ભાવવિજયજી અને પુન્યનિધાનજી એવું નિરૂપિત કરે છે કે “અગડદત્તે એકલાએ વનમાં જ દીક્ષા લીધી.' વિનયચંદ્રસૂરિજી અને લલિતકીર્તિજી એવું જણાવે છે કે “અગડદત્તે તે પાંચ પુરુષો સાથે તે જ સમયે દીક્ષા ગ્રહણ કરી.” જ્યારે સોમતિલકસૂરિજી એવું દર્શાવે છે કે “અગડદત્ત ત્યાંથી સૈન્ય સાથે ઘરે ગયો અને ત્યાર બાદ કમલસેનાની સાથે દીક્ષિત થયો.” સુમતિમુનિ મુજબ “અગડદત્ત મુનિ પાસેથી દેશ-વિરતિધર બનીને ઘરે જાય છે પછી માતાની અનુમતિ લઈને એકલો દીક્ષા ગ્રહણ કરે છે. નરચંદ્રસૂરિજીનું પ્રરૂપણ થોડું જુદું છે. “અગડદત્ત ચારણમુનિને વિનંતિ કરે છે કે “આપ નગરમાં પધારો. મારા પિતા દીક્ષા મહોત્સવ કરશે. એ જ સમયે મુનિના સંસારી પુત્ર વિદ્યાધર રાજા રત્નચૂડ
ત્યાં આવે છે. અગડદત્તને અને પાંચ પુરુષોને અગડદત્તની નગરીમાં લઈ જાય છે. પછી અગડદત્તના પિતા અને વિદ્યાધર રાજા બન્ને સાથે મળીને દીક્ષા મહોત્સવ કરે છે. અગડદત્ત, કમલસેના અને પાંચ પુરુષો એમ સાતેયની દીક્ષા સાથે થાય છે'.
નંદલાલજી અગડદત્તની દીક્ષાનો આખોય પ્રસંગ સર્વથી જુદી રીતે જ દર્શાવે છે. પોતાનો વૃત્તાન્ત સાંભળીને અગડદત્તને સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટી. અગડદત્ત નગરમાં ગયો અને પોતાના મોટા પુત્ર મહાસેનને રાજગાદીએ બેસાડ્યો. ત્યાર પછી સૈનિકો એક સ્ત્રીને પોતાના પતિની હત્યા કરી હોવાથી મહાસેન રાજા સમક્ષ પકડીને લઈ આવ્યા. નૂતન રાજવીએ કડક સજા ફટકારી ત્યારે અગડદત્તે તેને અટકાવ્યો અને તેની માતાનો વૃત્તાન્ત જણાવ્યો. એ સાંભળીને મહાસેનને પણ વૈરાગ્ય પ્રગટયો. પિતાની સાથે તેણે પણ દીક્ષા લીધી, પ્રાંતે ૧૬ દિવસનો સંથારો (અણસણ) કરી કેવળજ્ઞાન પામ્યા. જ અગડદત્તની કાળ પછીની ગતિ અંગે પણ સર્વસ્થળે જુદાજુદા ઉલ્લેખો મળે છે. સોમતિલકસૂરિજી કહે છે કે “અગડદત્ત મુનિ એ જ ભવમાં મોક્ષે ગયા.' નરચંદ્રસૂરિજી – ‘અગડદત્ત, કમલસેના અને પાંચે પુરુષો સાથે એ જ ભવમાં મોક્ષે ગયા.” આવું પ્રરૂપિત કરે છે. નંદલાલજી “અગડદત્ત અને મહાસેન બન્ને સાથે એ જ ભવે મોક્ષે ગયા' એવું દર્શાવે છે. ભાવવિજયજી- “અગડદત્ત મુનિ એ ભવમાં નહીં પણ ક્રમે કરીને મોક્ષે ગયાની વાત કરે છે. જ્યારે પ્રદ્યુમ્નસૂરિજી, શ્રી સુંદરજી, લલિતકીર્તિજી તથા સ્થાનસાગરજી ‘ભવાંતરમાં મોક્ષે જશે' એવું વર્ણવે છે. “અગડદત્ત મુનિ અણસણ કરી સ્વર્ગે ગયા” એવું પુન્યનિધાનજી કહે છે. તો કુશલલાભજી “મુનિ ૯માં રૈવેયકમાં ગયા' એવું ટાંકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org