________________
56
પીઠબંધ - તુલનાત્મક સંપ્રેષણ આવતાની સાથે તેણીએ પુષ્પગુચ્છ ફેંકી દીધો. જે અગડદા પાસે આવીને પડ્યો. અગડદત્તે તે ગુચ્છ શ્રેષ્ઠીપુત્રીને આપ્યો. તેમાં રહેલો સર્પ ડસવાથી શ્રેષ્ઠીપુત્રીને વિષ ચડ્યું. અગડદત્તનો વિલાપ સાંભળી તે જ વિદ્યાધરે શ્રેષ્ઠીપુત્રીના કાનમાં મંત્ર બોલીને વિષ ઉતાર્યું.' જ સંસ્કૃત/પ્રાકૃતની બધી જ કૃતિઓની અગડદત્તકથા તથા શ્રીસુંદરજી, લલિતકીર્તિજી અને સ્થાનસાગરજીની અગડદત્તકથામાં મંદિરમાં રાત્રિએ બનેલી ઘટનાનું રહસ્ય અગડદત્ત જ્યારે મુનિ પાસે વૃતાન્ત સાંભળે છે, ત્યારે ખૂલે છે. જ્યારે ત્રણ સિવાયના બધા જ ગુર્જર રચનાકારોએ ઘટનાને પહેલેથી જ પ્રગટ રાખી છે. પ્રગટ રાખવા કરતા કથાઘટકને રહસ્યમય રાખવામાં જ રસ વધુ જળવાયો છે.” જ અગડદત્ત અને મુનિના મેળાપના પ્રસંગમાં પણ બને પ્રવાહ જુદા પડે છે. પ્રથમ પ્રવાહની સંઘદાસગણિજીના કથામાં- “રાજા અગડદત્તને દૂત તરીકે દશપુરમાં અમિત્રદમન રાજા પાસે મોકલે છે. ત્યાં તેના મુકામમાં સમાનરૂપવાળા બે-બે મુનિઓ ત્રણ વાર વહોરવા આવ્યા. ત્યાં અગડદત્તને પોતાનો વૃત્તાન્ત જાણીને આશ્ચર્ય થતાં અગડદત્ત તેમને મળવા ઉદ્યાનમાં ગયો.” કુશલલાભજીની કથામાં “રાજા અગડદાપ્રધાનને પોતનપુર નગરમાં ત્યાંના રાજા સાથેનાં રહેલાં ત્રણ પેઢીના વેરની તુષ્ટિ (=સંધિ) કરવા મોકલે છે. તેના મુકામમાં બે મુનિવર વહોરવા આવે છે. ત્યાં જ મુનિદ્વારા વૃત્તાન્ત જાણવા મળે છે. દ્વિતીય પ્રવાહમાં અગડદત્તનું અશ્વ દ્વારા અપહરણ થાય છે. જંગલમાં જ્યાં અશ્વ ઊભો રહે છે. ત્યાં એક ચૈત્ય હોય છે. તે ચૈત્યની બહાર ચારણમુનિ દ્વારા પોતાનો વૃત્તાન્ત જાણે છે. નરચંદ્રસૂરિજી, સોમહિલસૂરિજી તથા સુમતિમુનિ તે ચૈત્ય શ્રી આદીનાથ પ્રભુનું જણાવે છે. નંદલાલજી-“અગડદા વનમાં ક્રીડા કરવા ગયો ત્યારે તેણે પાંચ મુનિને જોયા. તેમના દ્વારા પોતાનો વૃત્તાન્ત જાણ્યો એવી રજૂઆત કરે છે. જ પ્રથમ પ્રવાહમાં સંઘદાસગણિજીએ કથા નિગમન આ રીતે કર્યું છે. અગડદત્તના મુકામે જે છે મુનિઓ વહોરવા આવ્યા હતા તે મુનિઓ ભિલપતિના ભાઈ હતા. શ્રેષ્ઠીપુત્રીનું સ્ત્રીચરિત્ર જોઈને જ વિરક્ત થયા હતા. તે મુનિઓના નામ અનુક્રમે દ્રઢધર્મ, ધર્મરુચિ, ધર્મદાસ, સુવ્રત, ઢવ્રત અને ધર્મપ્રિય હતા. તેમની પાસે અગડદત્તે દીક્ષા ગ્રહણ કરી.” કુશલલાભજીની કથામાં “જે બે મુનિઓ પાસેથી અગડદને પોતાનો વૃત્તાન્ત સાંભળ્યો છે તે બે મુનિઓ પરિવ્રાજક વેષમાં આવેલ પ્રથમ અને દ્વિતીય ચોર તથા ભિલપતિના ભાઈ હતા. આમ, તેઓ કુલ પાંચ ભાઈઓ હતા.” એવું જણાવ્યું છે. અહીં “અગડદત્ત દીક્ષા ગ્રહણ કરે છે. અગિયાર અંગનો અભ્યાસ કરી, જીવનપ્રાંતે અણસણ કરી, ૯માં શૈવેયકમાં દેવ થાય છે. ઘણા જીવોને પ્રતિબોધ કરી મોક્ષે જશે' એવું પ્રદર્શિત કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org