________________
શ્રી અગડદત્ત રાસમાલા
નંદલાલજી અગડદત્તના નગર પ્રવેશ પછી નવો કથાંશ ઉમેરે છે. ‘અગડદત્તને રાજ્ય સોંપી, પિતા રાજા દીક્ષા ગ્રહણ કરે છે’. તેમના વૈરાગ્યનાં નિમિત્તનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે- રાજા એક દિવસ રાત્રિએ નગરજનના સુખ:દુખ જોવા નીકળ્યો. એક શેઠના ભવનમાંથી યુવાન સ્ત્રી તલવાર હાથમાં લઈને એકલી નીકળી. આ જોઈ રાજા આશ્ચર્ય પામ્યો, સ્ત્રીની પાછળ ગયો, નદી ઉતરીને કિનારે રહેલા સિંહનો સ્ત્રીએ વધ કર્યો. આગળ વધી વનમાં જોગીને મળી. તે દરરોજ રાત્રે જોગીને મળવા આવતી હતી. આજે આવવામાં વિલંબ થવા બદલ જોગી ગુસ્સે ભરાયો હતો. તેણીએ ‘મારો પાપી પતિ જાગતો હતો માટે વિલંબ થયો. બાકી મારું મન તો આપમાં જ છે'. આવો ખુલાસો આપ્યો, ત્યારે જોગીએ – સાચો પ્રેમ હોય તો પતિનું મસ્તક લઈ આવવા કહ્યું. સ્ત્રી પાછી ગઈ અને પતિની હત્યા કરીને મસ્તક લઈ આવી. ત્યારે જોગીએ તેને મારીને કાઢી મૂકી. સ્ત્રીએ ખૂબ પસ્તાવો કર્યો. ‘મારા બન્ને સ્વામી ગયા’. ઘરે પાછી આવી પતિનું મસ્તક ખોળામાં મૂકી આક્રંદ કરવા લાગી કે ‘કોઈ ચોરે મારા પતિને મારી નાખ્યા’. બીજે દિવસે તે પોતાનું સતીત્વ દેખાડવા પતિ સાથે બળી મરી આ બધું જોઈ રાજા વિરક્ત થયા.
55
પ્રથમ પ્રવાહ - સંઘદાસગણિજીની કથા પ્રમાણે અગડદત્ત રાજપુત્ર નથી. આથી સૈન્ય વિના જ પોતાના નગરે આવ્યો છે. નગરે પહોંચ્યા પછી તે રાજા પાસે જાય છે. અને પોતની ઓળખ આપે છે. રાજાને સંતોષ થતાં, અગડદત્તના પિતાનું સ્થાન અગડદત્તને આપે છે. અને શિરપાવ (=પગાર) બમણો આપે છે. જ્યારે કુશલલાભજીની કથામાં શિરપાવ ત્રણ ગણો બતાવ્યો છે. અહીં તો એવી વાત છે કે, પિતાને મારનાર અભંગસેન સાથે અગડદત્ત યુદ્ધ કરે છે. યુદ્ધમાં તેને મારીને અગડદત્ત પિતાનું વેર વાળે છે. આગળ વધતા રાજા અગડદત્તને પ્રધાન બનાવે છે.
ઉદ્યાનમાં અગડદત્તની પત્ની-શ્રેષ્ઠીપુત્રીને સર્પ દંશ મારે છે, તે અચેતન થઈ જાય છે. ઘણા ઉપાયો કરવા છતાં તે સચેતન થતી નથી. અગડદત્ત તેની સાથે બળી મરવા તૈયાર થાય છે. ત્યાં જ લલિતકીર્તિજી, ભાવવિજયજી અને પુન્યનિધાનજીના કહેવા પ્રમાણે ‘બે વિદ્યાધર આવ્યા’ તથા સંઘદાસગણિજી, નેમિચંદ્રસૂરિજી, વિનયચંદ્રસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી અને શ્રીસુંદરજીના કહેવા પ્રમાણે ‘વિદ્યાધર યુગલ આવ્યું.’ વિદ્યાધર યુગલ કહેવા પાછળ ‘સ્ત્રી અને પુરુષનું યુગલ’ એવો અર્થ અભિપ્રેત હશે? બાકીના બધા રચનાકારો એક વિદ્યાધર આવ્યાની રજૂઆત કરે છે.
તે વિદ્યાધરોએ/વિદ્યાધરે પાણી મંત્રીને છાંટ્યું અને શ્રેષ્ઠીપુત્રી સચેતન થઈ. સંઘદાસગણિજી ‘વિદ્યાધરના સ્પર્શથી સચેતન થઈ,’ સુમતિમુનિ - ‘પાણી મંત્રીને પીવડાવવાથી સચેતન થઈ,’ અને નંદલાલજી ‘વિદ્યાના પ્રયોગથી નિર્વિષ થઈ’ એવી ભિન્નતા દર્શાવે છે. કુશલલાભજી અહીં કથા ઉમેરે છે કે ‘વિદ્યાધર યુગલ આકાશમાર્ગે જઈ રહ્યું છે. વિદ્યાધરી કુલટા છે. તેને મારવા વિદ્યાધરે પુષ્પગુચ્છ તથા તેની અંદર વિષધર સર્પ વિફ઼ર્યો અને વિદ્યાધરીના હાથમાં આપ્યો. સર્પનો ખ્યાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org