________________
પીઠબંધ - તુલનાત્મક સંપ્રેષણ
નરચંદ્રસૂરિજી “સરળતાથી વશ કર્યો એટલું જ જણાવીને અટકી જાય છે. સુમતિમુનિ “વાઘ, સિંહ, સાપ એમ વિદનો છે એટલો જ ઉલ્લેખ કરે છે? વિજયની વાત જ નથી. જ્યારે કુશલલાભજી – બે બાણ મારીને હાથીને ભગાડી મૂક્યો એમ કહે છે. સંઘદાસગણિજી મુજબ હાથીના કુંભસ્થલ પર ત્રણ બાણ મારે છે.
વાઘ/સિંહને મારવાનો કીમીયો- “ડાબા હાથ પર વસ્ત્ર વીંટાળીને હાથ વાઘ/સિંહના મુખમાં નાખી જમણા હાથથી તરત જ તલવારથી પ્રહાર કરવો અને તેને મારી નાખવો” આ આપ્યો છે. પરંતુ શ્રીસુંદરજી – ‘સિંહે ફાળ ભરી ત્યારે અગડદત્તે તેને તલવારથી હણ્યો’ એવું ટાંકે છે. વિનયચંદ્રસૂરિજી સિંહને સ્વવશ કર્યો એવો સામાન્ય ઉલ્લેખ જ કરે છે. જ્યારે સંઘદાસગણિજી “વાઘના મુખમાં લાલફણા વાળા પાંચ બાણ માર્યા એટલે તે ભાગી ગયો એવું વર્ણવે છે. અને કુશલલાભજી દર્શાવે છે કે “અગડદત્ત શબ્દવેધી વિદ્યા શીખ્યો હતો, જે દિશામાંથી સિંહગર્જના સંભળાતી હતી. તે દિશામાં બાણ ફેંક્યું. અને સિંહનું તાળવું વિંધાઈ ગયું, જેથી સિંહ મૃત્યુ પામ્યો”.
દ્રષ્ટિવષસર્પને વશ કરવાની સામાન્ય રીત- “મંત્રથી સ્થગિત કરી થોડીવાર રમાડીને છોડી દેવો એવી બતાવી છે. સંઘદાસગણિજી તથા કુશલલાભજી - અર્ધચંદ્ર બાણ ફેંકીને તેની ફણા છેદવાની વાત કરે છે. જ્યારે પુન્યનિધાનજી – “રજ મંત્રીને સર્પ ઉપર નાખવાથી તે સિંધરી (=કાથીની દોરી) થઈ ગયો'. એવો ઉલ્લેખ કરે છે. આ અગડદા માર્ગમાં આવતાં વિનોનો જય કરી, અટવી પાર કરી, સ્વનગરમાં પહોંચ્યો ત્યારે જ છૂટુ પડી ગયેલું સૈન્ય તેને પાછું મળી ગયું. નરચંદ્રસૂરિજી, સોમતિલકસૂરિજી, શ્રીસુંદરજી અને સ્થાનસાગરજી “અટવી પાર કરતાની સાથે નગરમાં પહોંચ્યા પહેલા સૈન્યના મેળાપનો ઉલ્લેખ કરે છે. નરચંદ્રસૂરિજી અને સામતિલકસૂરિજી “સૈન્ય ભેગુ થાય છે ત્યારે અગડદત્તને વાત કરે છે કે ભિલોનો હુમલો થયો તે રાત્રિએ કોઈ શઠે- “અગડદત્તે પ્રયાણ કરી દીધું છે.” એવી ખોટી વાત ફેલાવી અને અમે સૌ નીકળી ગયા. માર્ગમાં ઘણું ચાલવા છતાં આપ ન મળ્યા. આથી અટવી પાર કરી બે રસ્તા ભેગા થતા હતા તે જગ્યાએ અમે રોકાઈ ગયા.” આવું છૂટા પડવાનું કારણ પણ ઉમેરે છે. સુમતિમુનિ સૈન્યનો મેળાપ થયો’ એવો સામાન્ય ઉલ્લેખ કરે છે. પણ “સૈન્ય ક્યાં મળ્યું?” તે સ્થળ નથી જણાવતા. જ્યારે કુશલલાભજી તો “અગડદત્ત પહેલા સૈન્ય નગરમાં પહોંચી ગયું. તે નગરના રાજાએ અગડદત્તની તપાસ કરવા ઘોડેસવારો દોડાવ્યા થોડા સમયમાં અગડદત નગરના સરોવરે પહોંચ્યો. નગરમાં પ્રવેશ કર્યા પછી સૈન્યનો મેળાપ થયો એવું વર્ણવે છે. નેમિચંદ્રસૂરિજી, વિનયચંદ્રસૂરિજી, લલિતકીર્તિજી અને પુન્યનિધાનજી. સૈન્ય છૂટુ પડ્યું એવું વર્ણવે છે છતાં સૈન્ય મેળાપનો ઉલ્લેખ માત્ર પણ કરતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org