________________
શ્રી અગડદત્ત રાસમાલા.
63.
જ સૈન્યને પોતાના નગર તરફ પ્રયાણ કરાવીને અગડદત્ત એકલો જ પોતાના રથમાં રહ્યો અને રાત્રિએ શ્રેષ્ઠીપુત્રી (મદનમંજરી)ને બોલાવવા પોતાનો માણસ દૂતી પાસે મોકલે છે. અને દૂતી તેને લઈ આવે છે. શ્રેષ્ઠીપુત્રીને રથમાં બેસાડી તે આગળ વધે છે. અને સૈન્યને મળે છે. નરચંદ્રસૂરિજી. તો - “અગડદત્તે પોતે દૂતીના ઘરે રથ ઊભો રાખ્યો' એવું જણાવે છે. સોમતિલકસૂરિજી અને સુમતિ મુનિ કહે છે કે “સૈન્ય સાથે અગડદને પણ પ્રયાણ કર્યું. પછી શ્રેષ્ઠીપુત્રીને લેવા એકલો પાછો વળ્યો. દૂતીના ઘરે રથ ઊભો રાખ્યો. જ્યારે વિનયચંદ્રસૂરિજી તો કહે છે કે “પહેલા શ્રેષ્ઠીપુત્રીને લઈ આવ્યો પછી સૈન્ય સાથે પ્રયાણ કર્યું. નંદલાલજી અને પુન્યનિધાનજી પ્રસંગ નિરુપણ કરવાને બદલે માત્ર રાણીઓ સાથે લઈ ગયો’ એવો સામાન્ય ઉલ્લેખ કરે છે. સંઘદાસગણિજી અને કુશલલાભજીએ થોડી જુદી રીતે જ આ ઘટના વર્ણવી છે. સંઘદાસગણિજી કહે છે કે, “શ્રેષ્ઠીપુત્રી (શ્યામદત્તા)એ જ શસ્ત્રોથી ભરેલો રથ અગડદત્તને આપ્યો અને તે રથમાં બેસી બન્ને નગરમાંથી નિકળી ગયા. અહીં રાજકુમારી સાથે લગ્નની કથા નથી, માટે સૈન્ય સાથે પ્રયાણ પણ નથી. પોતે અને શ્રેષ્ઠીપુત્રી માત્ર બે જણ પોતાની નગરી તરફ જવા નીકળે છે. જ્યારે કુશલલાભજીએ તો પ્રથમ અને દ્વિતીય બને પ્રવાહોના કથા ઘટકોનું મિશ્રણ કર્યું છે. પ્રથમ પ્રવાહથી શરૂ થયેલી આ કથામાં રાજપુત્રી સાથેના લગ્ન અને સૈન્ય સાથે પ્રયાણનો કથા ઘટક પણ સમાવિષ્ટ કર્યો છે. “સૈન્ય સાથે પ્રયાણ કરીને અગડદત્ત ગુરુને મળવાના બહાને નગરમાં પાછો આવે છે. ગુરુને મળે છે. પછી શ્રેષ્ઠીપુત્રીને તેની ધાવમાતા દ્વારા બોલાવીને સાથે લઈ જાય છે. આગળ જતાં સૈન્યના માર્ગથી પોતે જુદા માર્ગે ચડી જાય છે.” આ માર્ગમાં આવતા કર્થના નિરૂપણમાં પણ બન્ને પ્રવાહ થોડા જુદા પડે છે. દ્વિતીય પ્રવાહમાં અગડદત્ત સાથે સૈન્ય છે. સૌ પ્રથમ ભીલ-સૈન્ય સાથેના યુદ્ધમાં અગડદત્ત સૈન્યથી જુદો પડી જાય છે. સાથે માત્ર શ્રેષ્ઠીપુત્રી જ છે. ત્યાર પછી પારિવ્રાજકના વેશમાં આવેલ ચોર, હાથી, વાઘ, સિંહ અને સર્પ આ ક્રમે વિદ્ગો નડે છે. માત્ર લલિતકીર્તિકૃત રાસમાં હાથી અને સિંહમાં ક્રમવ્યત્યય છે. અને નરચંદ્રસૂરિજી તથા સોમતિલકસૂરિજીની કથામાં સર્પની વાત નથી.
જ્યારે પ્રથમ પ્રવાહની સંઘદાસગણિજીની કથામાં-અગડદત્ત સાથે સૈન્ય જ નથી. માત્ર શ્રેષ્ઠીપુત્રીને સાથે લઈને નીકળ્યો છે. માર્ગમાં પારિવ્રાજક વેષમાં આવેલ ચોર, હાથી, સર્પ, વાઘ અને છેલ્લે ભીલ સૈન્ય. આ ક્રમે વિદનો આવે છે. કુશલલાભજી કૃત રાસમાં અગડદત્ત પહેલેથી જ સૈન્યથી વિખૂટો પડી ગયો છે. તથા વિશ્નોનો ક્રમ પરિવ્રાજક-વેષમાં ચોર, હાથી, સિંહ, સર્પ અને ભીલસૈન્ય છે. જ્યારે નંદલાલજી માર્ગમાં વિદનોની વાત જ કરતા નથી. જ આ વિદનોને જીતવાની પદ્ધતિમાં પણ થોડો-થોડો ફેરફાર જોવા મળે છે. હાથીને વશ કરવાની સામાન્ય પદ્ધતિ એ છે કે – “હાથી સામે ઉત્તરીય વસ્ત્ર ફેંકવું- હાથી એને મારવા નીચો નમે કે તરત જ દંતશૂળ દ્વારા ઉપર ચડી કુંભસ્થલ પર પ્રહારો કરી એનો મદ ઉતારવો. પરંતુ સોમતિલકસૂરિજી તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org