________________
પીઠબંધ - તુલનાત્મક સંપ્રેક્ષણ
છે. વિનયચંદ્રસૂરિજી મોક્ષ સંબંધી વાત કર્યા વિના માત્ર ‘અગડદત્ત અને પાંચ પુરુષોની સદ્ગતિ થઈ’ એવો નિર્દેશ કરે છે. સુમતિમુનિના રાસમાં મુતિ અને સુગતિ બન્ને પાઠો મળે છે.
58
સંઘદાસગણિજીની કથામાં અગડદત્તમુનિ પોતાની આત્મકથા કહી રહ્યા છે. માટે તેમના કાળ અંગેનું નિરૂપણ ન હોય તે સ્વાભાવિક છે. અને નેમિચંદ્રસૂરિજી અગડદત્તની દીક્ષા સુધીની વાત કહીને વાર્તાને વિરામ આપે છે.
બારસો વરસના લાંબા સમયપટમાં ૧૬ જેટલા સાહિત્યકારોએ આ એકની એક કથાને પ્રાકૃતસંસ્કૃત-ગુજરાતી જેવી જુદી-જુદી ભાષાઓમાં વિવિધ દ્રષ્ટિકોણથી રચી. તેમાં આપણે જોયું તેમ કથાઘટકોનું વૈવિધ્ય અને છેવટે અગડદત્તના પરભવ ગમન વિશે પણ એકવાક્યતાનો અભાવ તેની લોકકથા મુલકતા લગભગ નિશ્ચિત કરી દે છે. અલગ-અલગ સમયના સાહિત્યકારો કથામાં રોમાંચ, રોચકતા અને સ–રસતા ભરવા લોકપ્રસિદ્ધ અને લોકપ્રિય ઘટકો ઉમેરતા હોય છે.
આ કથાનકના કેટલાક ઘટકો ભારતીય સાહિત્યમાં ઠેર-ઠેર નજરે ચડે છે. જેમ કે ચોર ચાતુર્ય, રાજપુત્રની ઉદ્ધતાઈના કારણે કે રથિકપુત્રને કલાભ્યાસના સંયોગો ન મળવાને કારણે પરદેશ ગમન, સ્ત્રી ચરિત્રમાં પણ અનિષ્ટ પુરુષને મારવાના પ્રપંચ કે કામાંધ બની પોતાના પતિને મારવાની દુર્ઘટના, નાયકની વીરતા દર્શાવતા સિંહ, વાઘ કે હાથીને વશ કરવાના પ્રસંગ વગેરે....
બની શકે કે ધર્મોપદેશ શ્રવણમાં રસ જળવાય એ માટે આવા કથાનકોનો વિકાસ કરવામાં આવતો હોય.
ક નામ નિરીક્ષણ
ટૂંકી પણ ધ્યાનાર્હ વિચારણા સ્થળવાચક કે વ્યક્તિવાચક નામોની છે. બન્ને પ્રવાહમાં કથાનાયક ‘અગડદત્ત’ છે. જો કે જિનચંદ્રસૂરિજીએ ‘અગલદત્ત’ નામ આપ્યુ છે. જે વાસ્તવિકતાએ (ડ અને લ સમાન હોવાથી) એક જ ગણાય. કથાના બન્ને પ્રવાહમાં આવતા વિશેષ નામોનું કોષ્ટક અહીં આપ્યું છે. પ્રથમ પ્રવાહમાં સંઘદાસગણિજી, શાન્તિસૂરિજી તથા જિનચંદ્રસૂરિજીનો સમાવેશ છે. કુશલલાભજી પ્રથમ પ્રવાહમાં તથા સુમતિમુનિ અને નંદલાલજી દ્વિતીય પ્રવાહમાં સમાવિષ્ટ હોવા છતા તેઓએ નામોમાં વધુ ફેરફાર કર્યો હોવાથી જુદો ઉલ્લેખ કર્યો છે. એ સિવાયના સર્વ રચનાકારોનો સમાવેશ દ્વિતીય પ્રવાહમાં થાય છે. તેઓમાં પણ જ્યાં થોડો ફેરફાર છે તેનો ઉલ્લેખ કોષ્ટકની નીચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org