________________
અગડદત્ત રાસ
703
૮ તુઝને.
તે માટે તમને કહુ રાજેંદ્રમોરા, નારીનો સો વિસાસ? હો; કેતા નર રમાડીયા રાજેંદ્રમોરા, કેતા ગયા નીરાસ” હો. જતઃ- એકકુ ધાવત ઉરકુ વે૦ તુઝને કહુ વારતા રાજેંદ્રમોરા, સાંભલ દેઈ કાન હો; હોયડા માટે ધારજે રાજેંદ્રમોરા, હીયડામાં આણજે જ્ઞાન હો. ૯ તુઝને. બંગ દેસ સોહામણો રાજેંદ્રમોરા, ભુજબલ નામે રાય હો; પ્રધ્યાન તેહનો ચડો રાજેંદ્રમોરા, ત્રીકમ નામ કેહવાય હો. ૧૦ તુઝને ઘર જાઈ ત્રીકમ વલી રાજેંદ્રમોરા, રાયા ભાખે તામ હો; નારી ચરીત્ર જનાવવા રાચંદ્રમોરા, ‘ગાહ કહે તણે ઠામ હો. ૧૧ તુઝને૦
દુહો -
ત્રીકમ ત્રીયા ન ધિરીઈ, સોસર છડે દેહ; નદી કિનારે “ખડા, કદી સેવે કદિ સમૂલ લેહ. ત્રીકમ વલતો એમ કહે રાજેંદ્રમોરા, “એસા ભાખો વયણ હો; આરિસા બંબ દેખીઉ રાજેંદ્રમોરા, ત્રીજો ના દીઠો સૈણ' હો. ૧૨ તુઝને. રાજા શ્રવણે ઇમ સુણી રાજેંદ્રમોરા, પારખુ કરવા નાર હો; સોગઠા પાસા મગાવીયા રાજેંદ્રમોરા, ફ્રિીડા કરવા સાર હો. ૧૩ તુઝને. ‘હાર-જીત પરઠીયા રાજેંદ્રમોરા, ગમે તે માંગો રાય હો; ‘પ્રરઠી બેઠા ઊંડવા રાજેંદ્રમોરા, ત્રીકમ સુખે લે રાય હો. ૧૪ તુઝને. ત્રીકમ હારો રાયનું રાજેંદ્રમોરા, વિચાર માગે રાય હો; “હાં બેઠા વિનીતા તનુ રાજેંદ્રમોરા, મસ્તક બહાં મગાય હો. ૧૫ તુઝને.
૧. ગાથા. ૨. સ્ત્રીઓ. ૩. ચિંતા, વલવલાટ. ૪. કિનારે. ૫. વૃક્ષો. ૬. મૂલ સહિત. ૭. નિશ્ચિત કરી, સ્થાપિત કરી. ૮. શરત કરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org