________________
અગડદત્ત રાસ
701
૮ કુમર૦
૯ કુમર૦
૧૦ કુમર
૧૧ કુમર૦
૧૨ કુમાર
આંખડીયા રોઈ રે હોવે રાતડી રે, વલી-વલી કરે વિલાપ; મસ્તક કુટે રે નૃપસુત આણે રે, તન વ્યાપો તન તાપ. નયણસુલણી! રે મેલો આપી રે, તુઝ મુખ-ચંદ દેખાડ; જીમ સુખ પામે રે નયણ કચોરડા રે, પુરવ પ્રીત સંભાલ. અને ગુણવંતી! રે ગુણને દોરડે રે, બાંધ્યો મુઝ "મન સાહ; બીજે ઠામે તે જઈ નવિ સકે રે, નીશદીન રહે તુઝ સાહે. વાત ના સુહાવે રે મુઝને કોણી રે, ના સુકાઈ ગુણ ગીત; હીયામાહે રે વસી રહી ગોરડી રે, વીસરે નહી મુઝ પ્રીત. મે મનમાંહે જાણુ ઘર થાયસે રે, તરણા ઉપર ત્રેત; દેવ અગરો દેખી નવિ સકે રે, સગુણ માણસ સનેહ. અગની વિજોગે મુઝ તન પરજલે રે, "સંચે દીરીસાણ તે; ‘તાઢિક પામેઉ નવ પલ હુવે રે, વાધે અધિક સનેહ'. મોહણે કર્મ રે કુમર ટસવલે રે, મૃતક પડી છે નાર; મગરની પોલિ રે બંધ સવે કરી રે, ચઉ દેસે ફરી કુમાર. મૃતક ખંધે રે કુમર લઈ ફરે રે, મોહણી અંધા તે; આય ઉપાય રે કુમરે બહુ કરી રે, વિષ ન વલે તેહ. એહને સાથે રે હું પણ નિશ્ચ મરે,” અણી પર કરે વિચાર; એકઠા મેલા રે લાકડા તેણે સહી રે, બલવા તેહ કુમાર. ચેતણે ખડકી રે કુમરે બે જણા રે, મોહણી મોટી જંજાલ; સોલમી થઈ રે કુમરને ઝુરતા રે, શાંત કહે પુરિ ઢાલ.
૧૩ કુમર૦
૧૪ કુમર૦
૧૫ કુમાર
૧૬ કુમાર
૧૭ કુમર૦
૧. મનને. ૨. પકડીને. ૩. સાથે. ૪. અસ્વસ્થપણુ, બેચેની. પ. સિંચે. ૬. ટાઢક, શીતલતા. ૭. મોહનીયથી. ૮. ચિત્તાનો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org