________________
698
વનમાડેથી આવીયા લોક તે નગર મઝાર, રાજાદીક પણ આવિઆ પોતાનો લેઇ પરીવાર; ધારણી કહે કુમર પ્રતે ‘ચાલો નગર મઝાર’. વયણ એહવું સાંભલી બોલીઓ અગડદત્તકુમાર.
‘તુમો પધારો માતજી! લેઈ સુરસુંદરી નાર, પછવાડેથી હુ આવતું વચન માનો સુવિચાર’; સીખ દીદ્વી માતા પ્રતે કુમરે તે તણીવાર, વનમાટે કુમર રહ્યો સાથે મંજરી નારી.
ડાલે બાંધિ હિચોલડો હિચે સ્ત્રી-ભરતાર, ઇણે અવસર કૌતુક તીહાં તે સુણજો સુવીચાર; ઇણે અવસર વિદ્યાધર આવે આકાસે સોય, સંગ લીદ્ધી વનીતા પ્રતે ઉદ્યાન સુંદર જોય.
વીનીતા તેહની સારી અપચારિ ઘણુ તેહ, ખેચર મનમાહે જાણિને છટકી દે છે છેહ; ‘કાંઇ જાણે એહણે ફેડુ એહણો નામ, રીસ કરે પીતા મુઝ પ્રતે “એ શું કીધુ કામ?.’’ દીન-વચન કરી ભાખતી કંત પ્રતે તીણીવાર, ‘અબલા ઉપર કૃપા કરો મુઝ વચન અવધાર; વાંક પડો સ્વામી! મુઝતણો ‘બગસો ગરીબનીવાજ!, હુ છુ અબલા તુમ તણી બાંહ ગ્રહે કી લાજ.
ચાકર ચુકે ચાકરી સ્વામી ના ચુકો જાય, અવ]ગુણ ખમજો મુઝતણો માનો તુમો માહારાય!;' ખેચર મનમાંહે વિચારીને કુસમ કરે સમુદાય, ચરણમાહે ભેલીને ગુંડુકડો બનાય.
૧. વ્યભિચારી. ૨. વિશ્વાસમાં રાખી મારી નાખવું, અંત આણવો. ૩. નાશ કરી નાખું, મટાડું. ૪. માફ કરો.
Jain Education International
શાંતસૌભાગ્યજી કૃત
For Personal & Private Use Only
૫
૬
જી
૯
૧૦
www.jainelibrary.org