________________
688
શાંત સૌભાગ્યજી કૃત
છોછે પરિવાર લઈને તસ્કરજી, આવે અટવિમાહે હો અર્જનપતિ; ઘુંઘર-ઘટા વાજે તીડાં તસ્કરજી, સાંભલીયા તસ્કર ત્યાહે હો અર્જનપતિ. ૫ વિનીતાઈ દેખી કરી તસ્કરજી, ચિતે રુદય મઝાર હો; “આ સંકટ એ મોટકો' તસ્કરજી, રુદન કરે તીનીવાર હો. કુમાર કહે વિનીતા પ્રતે તસ્કરજી, “કીસે વિચારે રોય? હો; સુ દુખ તુઝને સાંભરે તસ્કરજી, હયડે સાંભરુ કોય?” હો. ઉંચુ જોને ભાખીઈ ભામણીજી, મુખથી વચન બોલ હો; સાચી ભાખો વાતડી ભામણીજી, કપટ હોયડાનો ખોલ” હો. વિનીતા કહે “તુમો સાંભલો સાડીબજી!, સું પૂછો છો વાત? હો; તસ્કર આવ્યા બહુ મલી સાહીબજી, એ ચંતા મુઝ જાત હો . કેસરી-નાગ નીવારીક સાહીબજી, મારિઉ મયમત તેહ હો તમો જાતે છો એકલા સાહીબજી, એ બહુ મલીયા છે એહ હો. ૧૦ ‘ઉપાય કરીશું એવો ભામણીજી, જીતીશું એહ પરિવાર” હો; કુમરે મતસી કેલવી તસ્કરજી, ‘તુમો સજો સોલ શૃંગાર” હો. આભુષણ રતણે જડા સાહીબજી, પેહરાવા તીણીવાર હો; અદભુત વસ્ત્ર પેહરાવીઈ તસ્કરજી, દીપે અચ્છરી નાર હો. રથ આગળ બેસારીને સાહીબજી, પૂઠે બેઠો કુમાર હો; ધનુષબાણ મુઠે ગ્રહી કુમરજી, મન સમરી કિરતાર હો. રથ સમિપે તે આવિઆ તસ્કરજી, દીઠી નારિ તેહ હો; જાણી સુંદરી અપચ્છરા તસ્કરજી, વિષયનો લાલચિ તેહ હો.
૧. ઘંટડી. ૨. અપ્સરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org