________________
અગડદત રાસ.
685
દુહા તટણીમાં તરુવર અછ, દીસે મુસલ પ્રમાણ; દોર બાંધી તણે ડાલથી, કુમર તે સાહ સુજાણ. દોર ગ્રહણે ઉતરે, નદિ જોવા કુમાર; પાણિ ચાલણ કરી, ઉતરીઓ પેલી પાર. વનીતા ઉતારી તીહાં, રથ ઉતારીઓ તેહઃ અકલ કરી જુગતષ્ણુ, સુખે ઉતરીયા બેઠ. ઢાલઃ ૧૦, આ છે લાલ-દેશી. રથ જોતરીઓ તણીવાર, ચાલે હવે કુમાર, આ છે લાલ, નદિ ઓલંધી આઘા સંચરે જી; પામ્યા સરોવર પાલ, સુંદર તરુવર ડાલ, આ છે લાલ, ભોજણ કાજ કુમર ઉતરે છે. ૧
નીપજાવા વલી ભાત, પડી ગઈ તીહા રાત, આ છે લાલ, વનમાં વાસો કુમર તીહાં કરે છે; કેસરી વન મઝાર, સાંભલે રાજકુમાર, આ છે લાલ, ઉન્માદ કરી નાદ તીહાં ઉચરે જી. ૨ વિનીતા કહે તામ, “હવે શું કરસ્યો? સ્વામી, આ છે લાલ, એ કેસરી ગાજે ઘણો જી; અકલ કીજે સ્વામી, આપણુ સીઝે કામ, આ છે લાલ, ભય ટલે એ આપણો” જી. ૩ ચકમક પાડે તામ, વણિ કરો તણે ઠામ, આ છે લાલ, વણેણે આધારે બેઠા તીહાં જી; કેસરી કરતો નાદ, મદ ઝરતો ઉન્માદ, આ છે લાલ, બચોપખે પેરા મારે તીહાં જી. ૪ અવસર પામી કુમાર, ખેચે બાણ તીનીવાર, આ છે લાલ, પહલે બાણે કેસરી હણો જી; હાથ ઠરો મુજ તેહ, મૃતક પામ્યો એહ, આ છે લાલ, ભય નીવારો આપણો જી. ૫ પ્રભાત હુઓ તામ, આગલ ખેડે તામ, આ છે લાલ, આગલ તિહાંથી ચાલીઓ જી; દેખે દ્રિષ્ટ સાપ, જાણે પુર્વ પાપ, આ છે લાલ, ઝાલા નાખતો આવિઓ જી. ૬ ૧. બનાવતા. ૨. ભોજન. ૩. અગ્નિ કર્યો. ૪. અગ્નિને ૫. ચારે બાજુ આંટા લગાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org