________________
અગડદત રાસ
683
દુહા
વીરમતિની વારતા, આણ્યો ચિત મઝાર; પીતા એહનો તુમો મારિઓ, કેમ પેટા સુદણ મઝાર?. વિસ્વાસ ન કીજે હનો, એ છે તસ્કર જાત; એ વરણથી ચેતા રહે, લક્ષણ ચતુર સુજાત'. માન્યુ વયણ નારિતન, મન ફેરવે કુમાર; રત્ન અમુલક આતે ઘણા, લીધા ગુફા મઝાર. બહુલો લીદ્ધો દાયજો, રથ ભરિઓ તેણે થાણ;
હાર સર્મપ્યો તનુ ભણી, કુમરે લીદ્ધ કબાણ. ઢાલ ૯, પ્યારો લાગેરે સાહિબા- દેશી.
હારે લાલા કુમરે રથ ખેડીલ, આવ્યા અટવીમાહે રે; પુન્યવંત નર પદ ધરે, દ્રર્વ મલે બહુ તાહે રે લાલ.
સુણજો ભવિયણ! વાતડી. અટવીમાહે આવી, મયગલ માહા વીકરાલ રે; સુંડ પ્રચંડ કરીને આકરો, મોડતો તરુવર લાલ રે લાલ. ૨ સુણજો. શૃંગલ ગઢવી ગાજતો, એ તે છાજતો મદ-ઉન્માદ રે; ધાતો ધિંગડ ધસમસી, વન ગજાવે કરિ નાદ રે લાલ. ૩ સુણજો. ગલલાટ કરતો અતિ ઘણો, કોપે ધરિને ધ્યાવ રે; રોસે ભરાણો અતિ ઘણો, અતિ ઉજાતો આવ રે લાલ. ૪ સુણજો. રથ પેખી ચઢ્યો કોપને, મારણ થાઓ કાજ રે; મયણમંજરીઈ દીઠો તડા, “સ્વામી! આવે છે ગજરાજ રે લાલ. પ સુણજો.
૧. પેઠા. ૬. થર. 3. અતિ. ૪. ભયંકર, ૫. શોભતો. ૬. મોટો, જબરદસ્ત, પુષ્ટ. ૭. દોડતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org