________________
અગડદત્ત રાસા
681
દુહાઃ
ઉછલતા ચહુદસે ફરે, થીઆરડા લપેટ; હાક મારી ઉઠો જદા, કુમર-તસ્કર ભેટા-ભેટ. કુમરે બાણ સાથે તીહાં, લાગુ તસ્કર આય; મર્મ સ્થાણક વાગુ તદા, ચોર તે ધરણી પડાય.
ઢાલ ૮, ગોડી પારસદરસણદો માહારાય- દેસી.
તસ્કર ધરણીમાં પડ્યો, લાગો મર્મનો બાણ; નીર વીણા જીમ માછલો રે, તડપડે ચોરતણે ઠામ રે. ભાઈ! તુ બલવંતો કોઈ આવો બલવંત ણા જાણીઓ રે તુજ સમ અવર ના કોઈ કુમર પ્રતે તસ્કર કહે રે, “વાત સુણો મુઝ ભાઈ!; કામ છે એક તુમ સારીખુ રે, તે કરજો ચિત લાઈ રે.
૨ ભાઈ, સામો પર્વત જે અછે રે, ડાવે પાસે જોઈ; તેમાં ગુફા છે માહરી રે, વાત ન જાણે કોઈ રે.
૩ ભાઇ, તેહ પુત્રી છે માહરી રે, ૫ અનોપમ કામ; કૃપા કરી તે ઉપરે રે, પરણજો કહુ છું સ્વામી રે.
૪ ભાઇ. બીજો ગરથ છે ઘણો રે, તે તેમણે મે દીદ્ધ; કોલ દીજે એક વાતણો રે, તે કામ તહકીક કીદ્ધ રે.
પ ભાઈ કૃપા કરી મુઝ ઉપરે રે, મુઝને દેજો દાગ; મૃતક પામ્યો હુ તુમ હાથથી રે, મારો પુરણ ભાગ રે’. ૬ ભાઈ,
૧. ધન. ૨. દાહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org