SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 673 નગર બાહર કુમર આવો, “રજણીપતિ તણીવાર; ચઉદસે તેહણો અમલ પોચો, વ્યાપો ઘોર અંધારી રે. ૮ ભવિયણ. મારગ સુઝે નહી કુમાર, રથમાં બેઠો બેહ; મારગણા અભુઓ કુમર, ભુલા પડીયા તેહ રે. ૯ ભવિયણ. ચ્ચાર પોહર તાહ વાટડી, વેહતા થાકો તે કુમાર; વીનીતા કહે “તુમો સાંભલો, પ્રીઉડા! ભમાં ઘણીવાર રે. ૧૦ ભવિયણ. એહવે પ્રાસમે તીહાં પ્રગટ્ય, પામ્યા સરોવર પાલ; પાણી પીવાણે ગોધન આવે, તે સાથે ગોવાલ રે. ૧૧ ભવિયણ. વાતડી પૂછે કુમર તેમણે, “સાચ કહો તમે ભાઈ!; સૈન્ય તુમને કે દેસ મલીયું?, અમને મારગ બતાઈ રે'. ૧૨ ભવિયણ. પશુપાલક ઈણીપરે બોલે, “ચાલો વસંતપુર રાઈ!; તમારે તેણે અંતર પડીઓ, બેટો બહુલો થાઈ રે’. ૧૩ ભવિયણ૦ કુમર સુણીને ચિંતામાં પડીઓ, વિચારે મનમાં એમ; ‘લસ્કરને બહુ છેટો પડીલ, પોચાસે કહો કેમ રે?”. ૧૪ ભવિયણ. ગોવાલ કહે “સુણ રે ભાઈ!, ભય મોટા વલી ચાર; કુસલખમે અટવી ઉતરસો, પોચસો તમે દરબાર રે'. ૧૫ ભવિયણ કુમર કહે, “ભીતા તે કેહણી?, મુઝને વાત જ ભાખો; આ અટવીમાંહે તુહી જ મલીલ, અંતર કા ન રાખો રે. ૧૬ ભવિયણ. “જાણ્યો ગ્રહ તે નવિ કરે પીડા,” લોકણો એહ ઉખાણો; તે માટે તુમ્હો ઇહાણા વસીયા, વાત સઘલી તુમો જાણો રે'. ૧૭ ભવિયણ. ગોવાલીઓ હવે તે બોલસે, સાંભળસે મહીપાલ; બીજા ખંડણી એ મે ભાખી, શાંતિ કહે ચોથી ઢાલ રે. ૧૮ ભવિયણ. ૧. ચંદ્ર. ૨. ચારે દિશામાં. ૩. અસર, પ્રભાવ. ૪. અજાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy