________________
672
શાંત સૌભાગ્યજી કૃતા
દુહા
ઘાવ પ્રતે કુમાર કહે, “સીઘ થાઉ તમે આજ; રેહવાનું કામ નથી, મોહલ કરો તમે તાજ.” વસ-આભુષણ લેઈjણે, આવે કુમરી તણીવાર;
રથમાંહે બેસારીને, ખેડે હવે કુમાર. ઢાલઃ ૪, એક પુરુષ મે નયણે દીઠો- દેશી.
કુમરીને રથમે બેસારી, ચાલો તેમ કુમાર; પ્રશ્નપણે વલી એ ઇમ કરિ, કહેતો આવો ચઉટા મઝાર રે.
ભવિયણ! સુણજો કાન ઉઘાડી. આંકણી. સાગર સેઠણી તનયા સડી, તેણે અપહરિ લુ છું; કેસે જે મનમાંહે એ બીહણો, સહુને સંભલાવિ કહુ છું રે. ૨ ભવિયણ૦ તે માટે તમે વાર જ કરજો, પુઠે આવજો રે બંધાઈ; બલવંતા જે હોય તે આવ, બેઠા રહજો ભાઈ રે'. ૩ ભવિયણ૦ નગરમાં તે વાકો ચાલો, કુમારીનું અપહરી જાય; સેર સુઠ નથિ ખાધી તેહણી, પાછવાડે કોઈ ના ધાય રે. ૪ ભવિયણ૦ સેઠ સુણીને રીયાત થઉં, “ભલે એ કુમર મલીઓ; સહજે સાકલ ઉતરી આપણી, જુગતો જોડો મલીઓ રે. ૫ ભવિયણ. ભર-જીવનમાં કુમરી આવિ, કલંક ચઢ્યાવીત કુલમાહે; નીચ સંઘાતે પ્રીત જો બાંધત, હેલણી થાઓત ઈહા રે. ૬ ભવિયણ મોટાણે વળગી છે બાંહડી, કહી ને સકસે રે કોઇ; વાર કરે હવે સુ હોસે?, કર્મ લખ્યું તે હોઈ રે.”
૭ ભવિયણ૦
૧. ત્યાગ. ૨. છુપીરીતે. ૩. હુમલો. ૪. દોડી. ૫. વિરુદ્ધ, સામે થઇને. ૬. ચઢાવ્યું હોત. ૭. હિલના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org