________________
અગડદત્ત રાસ
671
એવી સજા સુણો ચીત લાઈ વાતડી રે મારા, વોલાવી પાછા વલીયા રે તે; કુમાર ભાખે વિનિતા પ્રતે તે એહવુ રે મારા, “સાંભલ તુમ સરે નેહ. ૭ કસીયાણે સેન સહીત રહજો વેહ તો એણે પંથડે રે મારા, હુ જઈ આવુ રે નગર મઝાર; વાટ મ જો જો અમની તમને કહુ છું ઘણુ રે મારા, જઈસુ હુ ગુરુજીણે રે દરબાર. ૮ કલીયાણે. ઈમ કહી હાલો ચાલો કુમર તીહાંકી રે મારા, સાઝ સમે આવો રે કુમાર; ગુરુકણે આવો પાએ લાગે અતિઘણુ રે મારા., કુમર કરે રે મનુહાર. ૯ કસીયાણે ‘તુમથી હું પામો ગુરુજી આ એ રદ્ધડિ રે મારા, તે તુમ ચરણ રે પસાય'; ગુરુ પાસેથી અલવેથી કુમર ઉઠીઓ રે મારા, ઉઠીને બાહર રે જાય. ૧૦ કસીયાણે અનુચર તેડી તેણે ભાખે કુમર વાતડી રે મારા, ધાવણે તુ તેડી રે લાવ; વાત એક તેહથી કરવી છે મન 'ગુઝણી રે મારા, ઈહાં સુધિ તેડી તુ રે આવ.” ૧૧ કસીયાણે અનુચર જઈને ખબર કીદ્ધી તેણે રે મારા, ‘તુઝને કુમર રે બોલાવ;' ડોકર સુણીને સમઝી મનમાંહે વાતડી રે મારા, દોડતી ડોકરી રે આવ. ૧૨ કસીયાણે કુમાર ભાખે ‘થાઓ હવે તમે ઉતાવલા રે મારા., પછે તુમો કરસો મુઝ ઉપર રોસ; કટકદલ હાલ ચાલુ વસંતપુર ભણી રે મારા, તાઢા થાયો છો જીમ મહીનો પોસ. ૧૩ કસીયાણે આગલ સુણજો જો ભવિયણ! તમે વાતડી રે મારા, વિનીતાને કુમર લેઇ રે જાય; બીજા ખંડણી મંડણી ત્રીજી ઢાલ એ લટકતી રે મારા, શાંત કહે આગલ નું હવે થાઈ?. ૧૪ કરીયાણે
૧ નાકે, ઝાપે, પાદરે, ૨. રીદ્ધિ, ૩. હળવેથી, ૪. ગુપ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org