________________
અગડદત્ત રાસ
કુમરજી રે રાજા વલતુ બોલીઓ રે સાહીબા, ‘એ સ્યું કહો મુખ વાત? વૈયેણ; કુમરજી રે ચાલવુ કીસ્યું વલી તમે ભણી રે? સાહીબા, કામ ન આવે વાત વૈયેણ. ૬
કુમરજી રે ચાલુ-ચાલુ મુખસ્યુ કહો રે સાહીબા, કહતા ના આવતિ તુમ લાજ વૈયેણ; કુમરજી રે ઇહાં રહો આ રંગ મોહોલમાં રે સાહીબા, માણો ગરીબનીવાજ વૈયેણ. ૭
કુમરજી રે પ્રીત ભલી પંખીયાતણી રે સાહીબા, ભુંડા વીદેસી મીત્ર વૈયેણ॰; કુમરજી રે ઉઠીને જાઇ પંખીની પરે રે સાહીબા, ખીણ-ખીણ દાઝે વળી ચીત્ત વૈયેણ૦.૮
669
કુમરજી રે પ્રીત જાણી અમે તુમતણી રે સાહીબા, ઉઠી ચાલો છે એમ વૈયેણ; કુમરજી રે તુમથી તો ભલા પંખી નીજ દેસના રે સાહીબા, સાંઝ સમે મલે એમ વૈયેણ૦.૯ કુમરજી રે ફરિ–ફરિ તુમ મુખ કીહાં [થ]કી રે? સાહીબા, રહો ઇણે તુમો આવાસ વૈયેણ; કુમરજી રે એતલા દિન તુમો કિમ રહા રે? સાહીબા, જીમસો તમ પંચાસ વૈયેણ.
૧૦
કુમરજી રે ઘણુ-ઘણુ તુમને સું કહુ રે? સાહીબા, માનો અમારા બોલ વૈયેણ; કુમરજી રે મોટાણે ઘણુ સું કહી રૈ? સાહીબા, ‘હા’ કહો હીયડુ ખોલ વૈયેણ.
કુમરજી રે અમે ચાહુ તુમ દરીસણ કીહા થકી રે? સાહીબા, માણુ છુ અમે દેવ સમાણ વેયેણ; કુમરજી રે તુમ–અમ મેલો કિંહા થકી રે? સાહીબા, મલીઓ તુ સાહ સુજાણ’ વૈયેણ. ૧૨
નરપતિજી રે કુમર કહે ‘સુણો સાહબા! સાહીબા, વાત કહી તુમ સાચી વલી એહ વેયેણ; નરપતિજી રે માતા છે તિહાં એકલી રે સાહીબા, વૃદ્ધાવસ્તા છે તેહ વૈયેણ.
૧૩
૧. દયાળુ.
૧૧
નરપતિજી રે તે માટે તુમને કહ્યુ રે સાહીબા, સીખ દીઓ માહારાય! વૈયેણ; નરપતિજી રે ચાલુ નીશ્ચંતપણે થઇ રે સાહીબા, હકમ કરો તમે પસાય' વૈયેણ. નરપતિજી રે વયણ સુણી એહ કુમારણા સાહીબા, વીચારણ પડીઓ મહીપાલ વૈયેણ; ભવિયણજી રે બીજા ખંડણી એ લહકતી રે સાહીબા, શાંતિ કહે બીજી ઢાલ વૈયેણ. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
૧૪
www.jainelibrary.org