________________
અગડદત્ત રાસ
659
રાજાઈ મુખ તામ કે આજ્ઞાણા ઈમ દીઈ હો લાલ,
આપણનો ધન એહ કે ઓલખી લીઈ હો લાલ; રીદ્ધ લે એક ઠામ કે ઢગલો તણે કીઓ હો લાલ, આપે આપણનો માલ કે ઓલખીને લીઓ' હો લાલ. પડો દેખી માલ કે પરદેસીતણો હો લાલ, રાજા જપે એહ કે “કુમરજી! એ તુમતણો’ હો લાલ; હકમ થયો જબ રાય કે કુમરે લીઈ સહી હો લાલ, આપ આપણે ઠામ કે લોક આવ્યા વહી હો લાલ. કુમરણો જસ ત્યાછે કે નગરમાં વિસ્તરો હો લાલ, વા વા કુમર સુજાણ કે એ તો ગુણ ભરો' હો લાલ; ગુરુને લાગો પાય કે કુમર આવિયા હો લાલ, ‘તુમ પ્રસાદ સ્વામી! કે જિત નીસાણ વજાવિયા’ હો લાલ. ચોથો હીસો તેત કે ગુરુણે આલીઓ હો લાલ, લોકોને મન તેહ કે કમર ભાવિઓ હો લાલ; સાંભલી વાત તેહ કે મયણસુંદરી હો લાલ, ચતુર જાણી તેહ કે પ્રીતડી મન ઘરી હો લાલ. બીજ દીન કુમાર કે વાડીમાં આવિઆ પો લાલ, મયણમંજરી તામ કે ઝરૂખે આવીયા હો લાલ; સાંભલો તુમો વાત કે આગલ નું હોયસે હો લાલ, સતરમી ઢાલ કે કોલુક હોયસે હો લાલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org