________________
658
શાંતસૌભાગ્યજી કૃત
જંત્રકે ત્રોડે તેહ કે વિદ્યાને બલે હો લાલ, નિદ્રા મુકે તામ નવિ કોઈ “સલમલે હો લાલ;
સારા નગર મઝાર કે ફરતો તે રહે હો લાલ, વિદ્યાને બલ એહ કે કોઈ નવિ લહે હો લાલ. ચોરણી ભગણી એહ કે સ્વામી! જાણજો હો લાલ, બોલે કુમર તામ કે મજરો માણજો હો લાલ; ઘાતિ ખોડામાહે કે વીરમતિને સહી હો લાલ, મુલગો કહો વીરતંત અમ આગલી રહી હો લાલ. રાજા પ્રતે કુમાર કે મુખથી બમ ભણે હો લાલ, ખાત્ર દિધુ આજ સાગરસેઠણે હો લાલ; સુતાતા ચોકીદાર કે તે જાણે નહે હો લાલ. લીધા તેહણા હાથીઆર કે કોઈ જાણે નહે હો લાલ. રાજા આગલી વાત કે વેલુ સંબંધ કહો હો લાલ, સારા નગર મઝાર કે કમરે જસ લહો હો લાલ; ચાલો તસ્કરને ઠામ કે કહો તે કહાં રહે?' હો લાલ, જોવાણે ચાલા લોક કે પંથે તે વહે હો લાલ. આવ્યા ગુફાને બાર કે તણે દીઠી સલા હો લાલ, દેખી ચમક્યા લોક કે “જોવો કુમારની કલા' હો લાલ; પેઠે સદન મઝાર કે મહાજન ધસમસો હો લાલ, દેખી અચંભ લોક કે ઇંદ્રપુરિ જસો હો લાલ. ધનનો નહી પાર કે તેણે અનગલ ભરુ હો લાલ, રાજાઈ પુછી નામ કે સહુનુ નામુ કરુ હો લાલ; “સાત વરસણી રીદ્ધ કે ચોરે મેલવી હો લાલ, ધન છે તુમને કુમાર! કે એવી મત કેલવી' હો લાલ.
૧. સળવળે. ૨. નાખી. ૩ હથકડીમાં. ૪. પુષ્કળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org