________________
657
અગડદત્ત રાસા
દુહા
ગુફામાં આવિ જસે, કુમર કહે તીણીવાર; ‘રે મુરખ! તું રંડીની, સીખામણ દુ તુઝ સાર. તુઝ બંધવ મે મારિ હુ તો, બલવંત અપાર; “તેર સખા મે રોલીઓ, તુ કુણ માત્ર ગમાર?. કાઢિ મુસક બંધીને, આલ કુમર કીદ્ધ; ગુફાતણે બારણે, આડી અસલા દીદ્ધ.
ઢાલ ૧૭, સાંભલ રાજકુમાર કહુન તુઝને-દેસી.
લેઇ વિનીતા સંગ કુમર આવે હવે તો લાલ, મનમાં હરખ અપાર કે પંથે તે વહે હો લાલ; આવ્યા નગર મુઝાર કે નારી દેખીને હો લાલ, લોક વદે મુખ ઇમ ચતુરાઈ પેખીને હો લાલ. રાજસભામાં કુમર કે એહવે આવિઓ હો લાલ, નારિને પ્રણપ્રત્ય કે રાજાણે કરાવિઓ હો લાલ; જોવા મલીયા લોક રાજસભામાં વાલી હો લાલ, પુછે રાજા વાત કે કુમર પ્રતે "રુલી હો લાલ. સાંભલો સ્વામી! વાત કે કહુ ચોરણી હો લાલ, ફરતો જોગીણે વેસ કે મહા છે ગુણી હો લાલ; રજણીઈ લોકને તામ કે ઘણું સંતાપતો હો લાલ, વિદ્યાને બલ તામુ કે નગરમાં આવતો હો લાલ.
૧. તારો ભાઈ. ૨. બાંધીને. ૩. યુક્તિ. ૪. શિલા. ૫. આનંદપૂર્વક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org