________________
અગડદત્ત રાસા
655
તેડો સદણ મઝાર, વીરમતિ તણિવાર, આજ હો કુમર રે રીદ્ધ, પડી દેખે ઘણી રે લો; માણક દીસે એક ઠોરે, હીરા પડીયા ઓર, આજ હો ધરમે રે કમી, નથી સોવનતણી રે લો. ઇંદ્રપુરિ અવતાર, એડવો મોહલ આકાર, આજ હો સુર રે રમણીક, જાયગા દિસે સૂયડી રે લો; દેખે તે કુમાર, સુંદર સેજ શ્રીકાર, આજ તો તેણે રે બહુ મુલ, ઘણે રત્ન જડી રે લો. વિનીતા કહે તામ, “સફાઈ કરો વિશ્રામ, આજ હો ધન રે સવિ પ્રીતમ! એ તુમતનુ રે લો; હુ છુ તુમારિ દાસ, ભરો મનણી આસ, આજ હો વચન રે માનો વાલમ! મુઝતનુ રે લો. મોદક લાવુ આર', સજ્યાઇ ઇમ બેસાર, આજ હો ઈમ રે કહીને, નારિ ઉપર ચઢિ રે લો; વૈરિ બંધવ એહ, સીખ્યા આપું તેહ,' આજ હો ઇમરે વિચારિ, મને રીસુ ચઢી રે લો. સજ્યોતને પ્રમાણ, સલા જાણ ખાણ, આજ હો દુઠ રે નારિ, જોવો સુ કરે રે લો?; કુમર ચિંતે તામ, ‘વૈરીનો એ ઠામ', આજ હો ઉઠી રે કુમર, તીહાથી ડગ ભરે રે લો. ન કરિઈ વિસ્વાસ નાર, અને વલી રાજદ્વાર, આજ તો મે તો રે એહનો, બંધવ મારિઓ રે લો'; ચિંતી એમ કુમાર, અલગો જઈ એક ઠાર, આજ હો કુમર રે પોતાનો, જીવ ઉગારીઓ રે લો.
૧. શય્યા, પલંગ. ૨. શોભાયુક્ત. ૩. શય્યા=પલંગ પર. ૪. શય્યાના પ્રમાણની શિલા હતી. ૫. (નીચે) કુવો હતો). ૬. દુષ્ટ. ૭. સ્થાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org