________________
654
શાંતસૌભાગ્યજી કૃત
દુહાઃ
م
ع
به
»
ઉભો રહે ગુફા બારણે, સાદ કરે કુમાર; તસ્કરે જીમ સીખવું, ઠબકા દીયા ત્રણ્ય વાર. સબદ સુણી આવિ તીહાં, વીરમતિ તણીવાર; સીધ્રપણે આવિ તીહાં, ઉઘાડે તસ દ્વાર. નીજ બંધવ નીરખે નહી, દીઠો પુરુષ કોઈ; ખડગ દીઠું બંધવતન, મનમા વિસ્મય હોઈ. નીજ બંધવણી વાતડી, પુછે તે વરતંત;
ખડગ સહી બંધવ નહી?', સાંભલી કુમર બોલત. ઢાલઃ ૧૬, આંગણે મોતી રે લો- દેસી.
સાંભલ મોરિ વાત, બંધવની હુઈ વિખ્યાત, આજ હો તે તો રે બંધવ, આજ મે મારિઓ રે લો; તેણે આ કામ બતાવ, તેણે હું ઈહાં કણે આવ, આજ હો તે તો રે તુઝને, ખબર કરવા હુ આવિઓ રે લો. કરવાલ મુઝને દીદ્ધ, વાત એ તહકીક કીદ્ધ, આજ હો વાતો રે એ મે, તુમણે ખરી કહી રે લો; નારિ સાંભલી વાણ, બોલી સાહ સુજાણ, “આજ તો મારી રે, પ્રતિજ્ઞા પુરિ થઈ રે લો. વીનતડી અવધાર, આવો મોહલ મઝાર, આજ હો દાસી રે તુમને, એણીપરે વેણ રે લો; તુ છે દીનદયાલ, મુઝ વન પ્રતિપાલ, આજ હો મુઝણે રે સ્વામી!, તુમો પરણો હવે રે લો.
o
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org