________________
652
શાંતસૌભાગ્યજી કૃત
૫ સાચુ
૬ સાચુ
૭ સાચુ
૮ સાચુ
૯ સાચુ
વાત કહું તે ચિત માણો, કથન કરો અમારો જી; “ગુંઝ વાત હું તમને કહુ છું, દીજ કોલ તુમારો જી'. કુમરે તીહાં કોલ જ દિધો, ચોર પ્રતે તે એમ જી; “અંતરજામી! તુ હી જ મલીઓ, પટંતર રાખુ કેમ? જી. પૂર્વ સન્મુખ પર્વત દીસે, તેહમાં છે મુજ ગેજી; તેહમાં મારી ભગણી રહે છે, તુઝણે કહુ એહ જી. મારુ ખડગ ગ્રહીને જાજો, દ્વારે ઉભા રહજો જી;
ઘુડ કમાડ હોસે ગુફાના, જઈને તાલી ત્રણ્ય દેજો જી. સબદ સુણી તેથી જ આવે, દ્વાર ઉઘાડસે તેહ જી; ભગનીઈ પ્રીતીજ્ઞા એહ કીધી છે, સાંભલો ભાખુ તેહ જી. “બંધવ મારણ હોસે બલીઓ, તેહને પતી કરવો જી; તેણે એહવુ નીઆ બાધુ, “અનત કોઈ ન ધરવો છે'' તે માટે હું તમણે કહુ છું, પરણજો ભગણી અમારી જી; અસંખત તે દૂર્વ ભરો છે, ધન એ રીદ્ધી તમારી જી. વીરમતિ એ મારી ભગણી, મેં આપી છે તમને જી; ગુફા માહે જા જો સ્વામી!, હુંકારો કહો અમને જી હવે સહી જાગ્યો ભાગ્ય તમારું, જાજો તણે ઠામ જી; મયા કરીને પરણજો ભગણી, થાસે તમારુ કામ છે'. હુંકારો તીહાં દીધો કુમરે, ચોરે સાચો માણ જી; બોલ કોલ તેહને દીધા, છુટા ચોરણા પ્રાણ જી. મૃતક પામ્યો ચોર તીવારે, લાકડ ભેલો કીદ્ધોજી; કૌતુક જોવાણે તેહી જ ચાલો, સંગે કરવાલ લીદ્ધોજી.
૧૦ સાચુ
૧૧ સાચુ
૧૨ સાચુ
૧૩ સાચુ
૧૪ સાચુ
૧૫ સાચુ
૧. ખાનગી. ૨. ગુપ્ત, રહસ્ય, ભેદ. ૩. દૃઢ, ૪. નિયાણું, પ. અન્ય, બીજો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org