SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 647 દુહા ૧ કુમાર, ૨ કુમર૦ કુમર કર જોડી કહે, “તું બંધવ મુઝ માય; તુ સાહીબ જગતનાથ, તુ તુલઠો માણારાય. તુમ તુઠો મુઝ આજ, દારિદ્દ દુર કરે; સાહિબ સંગ જો મુઝ મલી, હવે હું કેમ તજસ?.” ઢાલઃ ૧૩, ગણધર દસ પુરવ- દેશી. કુમર કહે “સુણો જોગીરાયા, પુરવ ભાગ્ય એ પાયા બે; ભાગ્ય ઉદયે તુહિ જ મલીઓ, દારિદ્ર દુરે ગમાયા છે. તુમ દરીસણથી પાવણ થઓ, આજ તુમણે મે દીઠો છે; તૃષાવંતણે નીરમલ જમે (લ), લાગે અતિ હે “મેઠો બે. ઇમ હું સ્વામી! તુમણે ચીતો, આજ તે સ્વામી મલીયા બે; ભવ-ભવના મુઝ દારિદ્ર નાઠા, હવે મુઝ દાહાડો વલીઓ છે. ઇમ કરતા પ્રહર નીગમ્યો, તયાર જોગી થાવે છે; સાંભલજો તુમે જોગીની વાત, નવો વેસ બનાવે છે. ભગયા વસ્ત્ર ઉતારિ મુક્યા, ચરમતણા વસ્ત્ર પહેરે છે; તસ્કરના હથીરડા ભીડા, કુમર બેઠો હેરે છે. ખાત્ર ખણવાને હથીયાર જ લીધા, સજ-થઈ તણીવાર બે; કુમારણે કહે “ચાલો જઈઇ, આલસ અલગો નીવાર બે'. કુમારે કપટ કરીને વાલો, ખડગ સંગે લોદ્ધો બે; જોગીદ ન જાને તમ કર લાદ્ધો, કુમાર કારજ સીદ્ધો બે. ૩ કુમર૦ ૪ કુમર૦ ૫ કુમર૦ ૬ કુમર૦ ૭ કુમાર ૧. તુક્યો. ૨. મીઠો. ૩. નીરખે. ૪. તેમ હાથમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy