________________
646
શાંતસૌભાગ્યજી કૃત
૮ સુગુણનર૦
૯ સુગુણનર૦
૧૦ સુગુણનર૦
૧૧ સગુણનર૦
૧૨ સગુણનર૦
અગડદત્ત હવે બોલીઓ રે, કપટ કરી તણીવાર; કપટ વીણા સીદ્ધ ના હોવે રે, કપટ ભરો સંસાર. કપટ રજનિ બોલીઓ રે, “સાંભલો પ્રભુ મુઝ વાત; ધન-વિહુનો હું ફરુ રે, જન્મ-દરિદ્ હુ વિખ્યાત. અપલક્ષણ એક મોટકુ રે, તેણે ધન સઘલ જાયે; “દુતક્રીડા હુ નીત્યે કરુ રે, તેણે નીર્ધન થાઈ. રાયથકી હુ નાઠો ફરુ રે, દીન સેવ વનરાય; સાંઝ પડે તવ નયરમાં રે, ચોરિ કરવાને જાય. ધન લેઈ ચલી પારકુ રે, દુતક્રીડા કરુ તામ; ક્રીડા કરતા હારી રે, એ કરું નીત્ય હું કામ જોગીઈ વાત સાચી લહી રે, જુઠ નહી લગાર; આપવતિ એ સાચી કહી રે, એહમા ફેર મા ફાર' જોગી કહે “સુણ બાલકા! રે, ચિંતા કસી મ કરે; સુગુરુકી દયાસું ખુબ હોવે રે’, ઈમ કહે જોગી આદેસ. દરિદ્રને હવે દુરે કરુ રે, તુ મુઝને મલીઓ આય; ઉતમની સેવા કીજીઈ રે, કાઇક અલ-પત થાઈ.” કુમર કહે “સુણો સ્વામીજી! રે, હું છું તમારો બાલ; કૃપા કરીને રાખીઈ રે, વચન હવે પ્રતિપાલ” શ્રોતા! સુણજો વાતડી રે, આગલ શું હવે કહવાય; સાંતિ વદે તુમો સાંભલો રે, બારમી ઢાલ એ થાય.
૧૩ સુગુણનર
૧૪ સુગુણનરે૦
૧૫ સુગુણનર૦
૧૬ સુગુણનર૦
૧૭ સુગુણનર૦
૧. ઘુત=જુગાર. ૨. ગરીબ. ૩. ફેરફાર નથી. ૪. ફલની પ્રાપ્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org