SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 645 દુહાઃ સાંઝ પડી વણમાં રહો, એકાકી પણ કુમાર; હિયડે ધીર આણી કરી, મન સરી કીરતાર. રુપ કરી મજુરણું, બેઠો તરૂવર હેઠ; “વેલુમાં ખડગ મુકીને, જોતો ચઉદસે ઢેઠ. ઢાલઃ ૧૨, તુ મુઝ પ્રાણ આધાર- દેશી. રુપ રચું મજુરણ રે, અગડદત્ત કુમાર; જીરણા વસ્ત્ર પહેરણે રે, સામ વરણ દીદાર. સુગુણનર! જો જો કીદ્ધ સો ફંદ. એહવે જોગી આવતો રે, દુરથી દીઠો તામ; સીઘ પણ વલી ચાલતો રે, દીદાર દીસઈ “સામ. ૨ સગુણનર૦ સમીપે આવો જતલે રે, ઉભો રહો તરુવર ડાલ; જોગીઈ ડાલ મોડને, ચઢી બેઠા તતકાલ. ૩ સુગુણનરે૦ કુમર દેખી ચિંતવે રે, “દીસે, જોગી અવધુત; હિયડે જીવદયા નથી રે, એ દિસે કોઈ ધુર્ત. ૪ સુગુણનર૦ વેષ લઈને એ ફરે રે, જીવદાય નથી કોઇ; વગર દયા વેષ કીસો રે?, નીશ્ચ તસ્કર હોય. ૫ સુગુણનર૦ કાલવર્ણ અતિ કુબડો રે, નયણ અતિ વિકરાલ'; ઈમ ચિંતીને બોલાવીઓ રે, કુમરે તે તતકાલ. ૬ સુગુણનર૦ જોગી કહે “તુ કુણ છે રે?, કવણ કુમારુ નામ?; કુણ ઠામે વાસો વસો રે?, ઈહાં આવો સે તુમો કામ?” ૭ સુગુણનર૦ ૧. રેતીમાં. ૨. દ્રષ્ટિ, નજર. ૩. બનાવ્યું. ૪. જાળ. ૫. શ્યામ, કાળો. ૬. જીવદયા, ૭. નિચે, નક્કિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy