________________
શ્રી અગડદત્ત રાસમાલા
(અવટક) અગડદત્ત નામ પાડ્યું. અહીં તો “અગડદત્ત દેવલોકથી ચ્યવને માતાની કુખે અવતર્યો એવું પણ દર્શાવાયું છે. જ અગડદત્ત ઉપાધ્યાયને પોતાનો વૃતાન્ત જણાવ્યો, ઉપાધ્યાયે આશ્વાસન આપ્યું અને પોતાનો વૃતાન્ત કોઈને પણ ન જણાવવા કહ્યું. ભાવવિજયજી વૃતાન્ત ને જણાવવાનું કારણ પણ આપે છે કે તે નગરના રાજા અને અગડદત્તના પિતા વચ્ચે સંબંધો સારા નથી. જ્યારે નંદલાલજી તો
અગડદત્તના પિતા પણ એ જ ઉપાધ્યાય પાસે ભણ્યા હતા' એવું જણાવે છે. સ્થાનસાગરજી તો વૃતાન્ત ન જણાવવાની વાત જ કરતા નથી. જ ઉપાધ્યાયે અગડદત્તને પોતાના ઘરે જ વિદ્યાભ્યાસ માટે રાખ્યો. પરંતુ, કુશલલાભજી એવું ટાંકે છે કે “ઉપાધ્યાયે અગડદત્તને કોઈ વેપારીના ઘરે રાખ્યો.” જ અગડદત્ત અને શ્રેષ્ઠીપુત્રીનો પ્રથમ મેળાપ ઉપાધ્યાયના ગૃહ-ઉદ્યાનમાં થયો. પરંતુ સોમતિલકસૂરિજી, સુમતિમુનિ અને નંદલાલજી “પ્રથમ મેળાપ નગર-ઉદ્યાનમાં જણાવે છે. જ્યારે વિનયચંદ્રસૂરિજી પ્રથમ મેળાપ ન દર્શાવતા દૂતી દ્વારા સંદેશાની આપ-લે થઈ.” એવું કહે છે. જ્યારે
સ્થાનસાગરજી “અગડદર ગૃહ-ઉદ્યાનમાં છે અને શ્રેષ્ઠીપુત્રી ગવાક્ષમાં ઊભી છે ત્યારે જ બન્ને વચ્ચે વાર્તાલાપ દર્શાવે છે. જ સંઘદાસગણિજીએ શ્રેષ્ઠીપુત્રીને કુમારી કહી છે, જ્યારે બાકીના રચનાકારો એવું પ્રરૂપણ કરે છે કે તે પરણેલી હોવા છતા પિતાના ઘરે રહે છે. તેનું કારણ નરચંદ્રસૂરિજી અને સામતિલકસૂરિજી પતિથી વિડંબના પામીને પિતાના ઘરે પાછી આવેલી છે” એવું જણાવે છે તથા સુમતિમુનિ પતિ તેને છોડીને ચાલ્યો ગયો છે એવું કહે છે. જ્યારે કુશલલાભજી તો “પતિ ૧૨ વર્ષથી વ્યાપારાર્થે વિદેશ ગયો છે, આથી તે પિતાના ઘરે છે એવું પ્રરૂપે છે. આ કારણે વધુ સંગત લાગે છે. જ કથાના પ્રથમ પ્રવાહમાં અગડદત્તનો કલાભ્યાસ પૂર્ણ થયા પછી એવો ઉલ્લેખ છે કે – તેણે રાજા સમક્ષ પોતાની કલાનું પ્રદર્શન કર્યું, ત્યારે રાજાએ શાબાશી ન આપી અને “તને ઈનામ શું આપું?” એવો પ્રશ્ન કર્યો. જવાબમાં અગડદને કહ્યું. “મને શાબાશી નથી આપતા તો મારે બીજા ધનનું શું કામ છે?' એવું જણાવીને અગડદત્તને અહીં મહત્ત્વાકાંક્ષી બતાવ્યો છે. સંઘદાસગણિજીએ અહીં રાજા શા માટે શાબાશી નથી આપતા? તે જણાવવા રાજાનો પૂર્વભવ મૂક્યો છે. જે અગડદત્ત સંબંધિત બીજી કોઈ કથામાં સમાવ્યો નથી.
દ્વિતીય પ્રવાહમાં આ પ્રસંગ કાંઈક જુદી રીતે જ પ્રરૂપિત થયો છે. અગડદત્ત પોતાની કલાથી રાજાના મત્ત બનેલા હાથીને વશ કરે છે. આ જોઈ રાજા ખુશ થાય છે, અગડદત્તને રાજસભામાં બોલાવે છે અને મત્ત હાથીને વશ કરવા બદલ રાજા તેનો ઉચિત સત્કાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org