________________
50
પીઠબંધ - તુલનાત્મક સંપ્રેષણ સુવર્ણ એકનું એક હોવા છતાં સુવર્ણકાર બદલાય તેમ તેમ આભૂષણના ઘાટ બદલાતા હોય છે. તેવી રીતે હાથ બદલાતા કથાનો ઘાટ પણ થોડો-થોડો બદલાતો હોય છે. પ્રાકૃત-સંસ્કૃત અને ગુર્જરભાષામાં આ કથા અનેક હાથે ઘડાઈ છે. આથી જે ઘાટ-બદલો આવ્યો છે તે અહીં રજૂ થાય છે.
અહીં એ જણાવવાનું કે ગુણવિનયજી સંપૂર્ણપણે નેમિચંદ્રસૂરિજીએ જ અનુસર્યા હોવાથી કથાઘટકોના ફેરફારમાં તેમનો જુદો ઉલ્લેખ કર્યો નથી, તથા લક્ષ્મીવલભગણિજીની ટીકામાં આપેલા બે પ્રવાહો અનુક્રમે શાન્તિચંદ્રસૂરિજી અને નરચંદ્રસૂરિજીને જ અનુસરે છે આથી તેમનો પણ જુદો નામોલ્લેખ કર્યો નથી.
સ્થાનસાગરજીની કથામાં વિસ્તૃત વર્ણનોને પ્રધાનતા અપાઈ હોવાના કારણે વર્ણનગત ઘટકોની અહીં નોંધ લેવામાં આવી નથી. મુખ્ય કથાઘટકોની દ્રષ્ટિએ સ્થાનસાગરજી નેમિચંદ્રસૂરિજીને જ અનુસર્યા છે. તેમ છતા કોઈક કથા-ઘટકમાં સ્વૈચ્છિક ફેરફાર પણ છે જ્યાં ફરક આવે છે ત્યાં જ તેમનો જુદો નિર્દેશ કર્યો છે. જ કથાના પ્રથમ પ્રવાહમાં કથાનાયક અગડદર રથિકપુત્ર છે. તેના બાલ્યકાળમાં જ પિતા સ્વર્ગવાસી બને છે. અગડદત્તનો વિદ્યાભ્યાસ ન થવાથી માતાનું મન દુભાય છે. માતાનું મન સાચવવા, માતાના કહેવાથી વિદ્યાભ્યાસ કરવા અગગડદત્ત પિતાના મિત્ર પાસે પરદેશ જાય છે. કુશલલાભજી તો પિતાના મૃત્યુનું કારણ પણ દર્શાવે છે પિતા સહસ્ત્રમલ છે. તેની સામે કોઈ પરદેશી રથિક યુદ્ધ માટે પડકાર ફેંકે છે. તે યુદ્ધમાં પિતા મૃત્યુ પામે છે. પિતાની બધી જ ઋદ્ધિ રાજા પરદેશીને આપે છે.
કથાના દ્વિતીય પ્રવાહમાં અદડદત્ત રાજપુત્ર છે. બાલ્યકાળથી જ કુમિત્રોની સોબતે ચડે છે. એના કારણે અનેક દુર્ગુણો તેના જીવનમાં પ્રવેશે છે. યુવાન થતાં તો તે અત્યંત ઉદ્ધત બને છે. નગરજનોને ત્રાસદાયક બની જાય છે. આથી પિતા એનો દેશનિકાલ કરે છે અને પરદેશ જાય છે. ત્યાં તેને ઉપાધ્યાય મળી જાય છે. ક પિતા અગડદત્તનો દેશનિકાલ કરે છે ત્યારે તેને ચિત્તમાં ખૂબ વિષાદ ઉત્પન્ન થાય છે. તે વિષાદમાં અને “હવે શું થશે?'ની ચિંતામાં આખી અટવી પસાર કરે છે. અહીં શ્રીસુંદરજી તો અગડદત્તને વિષાદને બદલે “હર્ષ થયો’ એવું પ્રરૂપે છે. “પિતાએ દેશનિકાલ કર્યો તો હવે દેશદેશાવરની અભૂતતા જોવા મળશે અને ભાગ્યની પરીક્ષા થશે એવા વિચારથી અગડદત્તને હર્ષ થયો.
અગડદત્ત અતિશય ઉદ્ધત હતો આ કથન પછીનું એક માત્ર શ્રી સુંદરજીનું દેશનિકાલના કારણે હર્ષનું કથન તાર્કિક લાગે.
નંદલાલજીતો “અગડદત્ત' એવું નામ શા કારણે પડ્યું? તે માટે કથા ઉમેરે છે. નગરની બહાર દેવઅધિષ્ઠિત બ્રહ્મ નામનો અવટ (=કૂપ) છે. તેની માનતાથી બાળકનો જન્મ થયો હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org