________________
શ્રી અગડદત્ત રાસમાલા
જ અગડદત કથા લોક કથા છે કે ધર્મકથા? આમ તો, બૃહત્કલ્પ વગેરેમાં પણ લોકકથાઓ જોવા મળે છે. મૂળ કથા ધર્મકથા હોય તો પણ વક્તવ્યને લોકમાં પ્રચલિત બનાવવા કથા-ઘટકો ઉમેરાયા હોઈ શકે. આ સંદર્ભમાં પ્રસ્તુત કથાના કેટલાક પ્રસંગો જોઈએ. જ અગડદત્તની ઉદ્ધતાઈથી આખું ગામ ત્રાસી ગયેલું તે બધા જ દુર્ગુણોનું સ્થાન બન્યો હતો અને આથી જ પિતાએ તેને દેશવટો દીધો હતો. શંખપુરથી નીકળી તે વારાણસી પહોંચ્યો અને એકાએક અગડદત્તમાં એટલું બધું પરિવર્તન આવી ગયું કે તેના વિનયથી પ્રથમ મિલનમાં જ ઉપાધ્યાય અત્યંત પ્રભાવિત થઈ જાય?... જ પ્રથમ ચોર પારિવ્રાજક બનીને આવ્યો. તેનું ઘર જેમ ભૂગર્ભમાં ગુપ્ત સ્થાનમાં છે અને ત્યાં એક નવયૌવના વસે છે. તેવી જ રીતે બીજો ચોર પણ પારિવ્રાજક બનીને આવ્યો, તેનું ઘર પણ ભૂગર્ભમાં ગુપ્ત સ્થાનમાં હતું અને ત્યાં પણ એક નવયૌવના હતી. જ પ્રથમ ચોર મજુરો સુતા હોય છે ત્યારે તે બધાને તલવારથી મારે છે, બધા બાજુ-બાજુમાં સુતા છે, એકને મારે તો તેના અવાજથી બીજા ઉઠી ન જાય? અથવા, બધાને મારે ત્યાં સુધી અગડદા ઝાડ પાછળ છુપાઈને જોયા કરે? બધા મરી ગયા પછી અગડદત્તે પારિવ્રાજક સામે પડકાર ફેંક્યો અને તેને માર્યો, અગડદામાં પરાક્રમ અને બહાદૂરી તો છે જ તો બધાને શા માટે મરતા ન બચાવ્યા?
વારાણસીથી શંખપુર પાછા ફરતા અટવીમાં અગડદાને જે ચાર મહાવિનો આવ્યાનું વર્ણન છે. એનું એ જ વર્ણન ધમ્મિલહિંડીની કથામાં થોડે આગળ જતા ધમ્મિલ જ્યારે કુશાગ્રપુરથી ચંપાપુરી જાય છે ત્યારે આપ્યું છે. માત્ર પાંચમુ ગેંડાનું વિદન ઉમેર્યું છે. તથા અગડદત્ત અને ધમ્મિલ બન્નેનો સમયગાળો પણ એક જ દર્શાવ્યો છે. આ બધું જોતા આ કથાઘટક વાસ્તવિક હોવા કરતાં રોમાંચક વધુ લાગે છે. જ અગડદત્તને મારવા ઝંખતા પાંચ બલવાન ચોરો રાત્રિના અંધકારમાં અગદડર એકલો અગ્નિ લેવા જાય છે ત્યારે તેના પર હુમલો કરવાને બદલે મંદિરમાં છુપાઈ રહે છે. શા માટે? જ એક બાજુ અગડદત્તને અત્યંત ચકોર બતાવ્યો છે કે પારિવ્રાજકને જોતા વેંત તેને ખ્યાલ આવી જાય કે “આ જ ચોર છે'. અને બીજી બાજુ પોતે જ સામે મંદિરમાં પ્રકાશ જોયો છે છતાં સ્ત્રીની સાવ ખોટી દલીલથી સહેલાઈથી ભોળવાઈ જાય છે! વ્યવહારિક દ્રષ્ટિએ આ થોડું અસંગત લાગે.
આ ચર્ચામાં બહુ ઊંડા ન ઉતરીએ પણ સંભવ છે કે આ કથા લોકકથા હોય અથવા અગડદત્તના જીવનચરિત્રમાં રોમાંચ અને રસિકતા ભરવા લૌકિક કથાઘટકો ઉમેરાયા હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org