________________
અગડદત્ત રાસ
દુહાઃ
માહાજન વલતો બોલીયા, ‘સાંભલો માહારાય!; દંડ નથી કોઇ ઉપરે, રાજનીત કહવાઇ.
તસ્કર સ્વામી મોટકો, કોહથી પકડો ન જાઇ; આકુલ-વ્યાકુલ તે કરે, ચોર તે પકડો ન જાઇ.
તે માટે તુમને કહુ, સાર કરો મહારાય!; ચોરણી તજ-વીજ કરો, નહી તો ઠામ વતાય.’
કોટપાલને તેડીને, પુછે રાજા તામ; ‘ચોકી કીમ કરતો નથી?, મુઝ સાથે છે કામ.’
ઢાલઃ ૧૧, એહવા ધુતારા વસે છે – દેસી.
રાજાણી ઇમ સાંભલી વાણી, કોટપાલ બોલો અવસર જાણી સાહબા! સાંભલો કહું છું સહુને સમઝાવી; ચોકી કરું છું સ્વામી! જોર, ઓડા બાંધુ છુ ચહુપખે ઠોર સાહબા. ચ્ચાર પહોર રજણી ફરું છું, વાહણે વાઇ હુ નીદ્રા કરુ છું સાહબા॰; એહવી ચોકી કરુ છુ સારી, °ઓલગ નીત કરુ તમારી સાહબા.
૧
Jain Education International
૪
તો પણ તો ચોર તે વસ નાવે, કસી અકલ મત ચોર ણાં ફાવે સાહબા; મન માણે તમ સ્વામી! કરો તમે, ચોરથકી થાકા છુ બહુ અમે’ સાહબા. ૩ રાજા વિચારે મનમા એમ, ‘વિષમ કામ થાસે કહો કેમ?’ સાહબા; રાજાઈ પાનનુ બીડુ લીધુ, મુખથી એહવું વયણ સ કીધુ સાહબા.
For Personal & Private Use Only
૧
૪
૧. કોઇથી. ૨. તપાસ, યુક્તિ, બંદોબસ્ત. ૩. બતાવો. ૪. અટકાયત કરું છું. ૫. સ્થાન. ૬. સવાર પડતા. ૭. સેવા, ચાકરી. ૮. ન સમજાય એવું.
643
www.jainelibrary.org