________________
640
શાંતસૌભાગ્યજી કૃતા ગુરુજી જાણે જો વાડી, તો માઠું હો લાગે ચિત મઝાર; “ચુપ કરી ભણાવે નહી, નવી બેસે હો માયા લગાર.” ૭ નીંદરડી, નારી કહે “સુણો કંતજી!, લેઈ ચાલો હો તુમે મુઝને પરદેસ; નહી લેઈ ચાલો જો મુઝ ભણી, તુમ ઉપર હો હું પ્રાણ તજસ. ૮ નીંદરડી. સ્ત્રી હત્યા તુમ લાગશે, એ પાતક હો છુટસો એ કેમ?; પ્રીત બાંધી જે આપણી, તે ત્રોડો હો ના તુછે પ્રેમ.” ૯ નીંદરડી. અનીશ મન જાણી તેહનું, “હું ચાલીસ હો તણે લેઈ સંગ; “હવડુ તો વિદ્યા ગ્રહુ, તુ પાલીજે હો અવિહડ રંગ. ૧૦ નીંદરડી, કુમારે કોલ દિધો તીહાં, હરખ પામી હો વનીતા તણિવાર; બોલ દેઈ વલી આપણો, તેણે કીધો હો કુમરને જુહાર. ૧૧ નીંદરડી, વૃક્ષણી વડવાઈ સાહીને, તે પોહતી હો નીજ મંદ[૨]મહે; વિશ્રામ લીધો તીહાં જઈ, ધાવ આવે તો મનમાં ઉછ હે. ૧૨ નીંદરડી.
ધ્યાવણે પાએ લાગી કરી, ઈમ બોલે હો મયણમંજરી વાણ; વાત સુણો એક માવડી!, તુ સાંભલ હો ઠામ રાખીને કાણ. ૧૩ નીંદરડી, કંતણી વાત જાણો સહી, હું આવિ હો ભરજોવણ પુર; મન રાખુ હવે નવી રહે, મુઝ વાલમ હો રહો અતિ દુર. ૧૪ નીંદરડી, તે માટે તમને કહુ, મે આદર હો અગડદર કુમાર; ઉતમ વંસનો ઉપનો, દેહી સુંદર હો દીસે દેદાર.” ૧૫ નીંદરડી પુત્રીની વાત સાંભલી, હરખ પામી હો મનમાં તણીવાર; વાત રખે જણાવતા, છાની રાખજો હો તુમો આપ આચાર.” ૧૬ નીંદરડી, આગલ સુણજો વાતડી, તુમો જો જો હો એ કર્મના ખ્યાલ; પંડીત પ્રેમસૌભાગ્યનો, શાંતિ બોલે હો એ નવમી ઢાલ. ૧૭ નીંદરડી,
૧. વાત. ૨. સ્નેહપૂર્વક. ૩. સ્નેહ, લાગણી. ૪. નિશ્ચલ. ૫. હમણાં. ૬. પકડીને. ૭. ધાવમાતા. ૮. ધાવમાતાને. ૯. સ્થાને. ૧૦. કાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org