________________
અગડદત્ત રાસ
સાયર તેહણો કંત રાજંદા, ચઢ્યા બાર વરસ થયા જી; તેહણી સુદ્ધ નથી કાઇ રાજંદા, આસ્યાઇ કરીને દીન ગયા જી. મયણમંજરી તસ નામ રાજંદા, કામેબાણ પીડી ઘણી જી; પીતાઇ આલો છે મોહલ રાજંદા, રાખે જતને બહુ ઘણી જી. તે પાસે કોઇ ના જાવે રાજંદા, ધાવ એકલીડી આવે સહી જી; પુરુષ પ્રસંગ ના કોઇ રાજંદા, નયરે કોઇ દીઠો નહી જી.
તેણે કારણ રાખી બાલ રાજંદા, આલ ના ચઢ્યાવે કોઇ તેહને જી; નજરે પડીઓ કુમાર રાજંદા, વિરહ જાગ્યો દેખી એહણે જી.
મયણમંજરી ચિંતે એમ રાજંદા, ‘કિમ હોવે એ પ્રીતમ માહરો જી; પ્રવસ પડી છું હું આજ રાજંદા, જોગ કિમ મળે તાહરો જી?.’ અકલ વિચારી તામ રાજંદા, કુસુમ પુફ માંગાવીને જી; ગંડુડ બણાવે તામ રાજંદા, મોહલ ઉપર તે આવિને જી.
કુમરની સમો નાખે રાજંદા, કુસુમ દડો કુમર ભણી જી; દેખી ચીંતે કુમાર રાજંદા, ‘કીહાંથી એ આવ્યો મુઝ ભણી જી?.’
ઉંચુ નીહાલી જોઇ રાજંદા, મયણમંજરી દેખી તદા જી; ‘એહવી અપછરા નારી રાજંદા, મે તો દીઠી નહી કદા જી.
કીરતારે ઘડી છે હાથ રાજંદા, આપો-આપ તુંઠા સહી જી; ધન તે પુરુષ અવતાર રાજંદા, ધન-ધન તે ઘરણી રહી જી’. .
દેખી કુમરીનું સરુપ રાજંદા, મોહ પામ્યો રે દેખી કરી જી; નયણા નાખ્યા બાણ રાજંદા, એહવી તે દેખી સુંદરી જી.
Jain Education International
૭
For Personal & Private Use Only
८
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧. સમાચાર, ખબર. ૨. આશા. ૩. મહેલ. ૪. નો સમાગમ, મેળાપ. ૫. આળ, કલંક. ૬. પરવસ. ૭. પુષ્પ. ૮. ગેંદુક=દડો.
637
www.jainelibrary.org